Gujarat

માંગરોળ ધોબી સમાજની વાડી ખાતે માંગરોળ શહેર ભાજપની કારોબારી મળી હતી

 માંગરોળ,,
માંગરોળ ધોબી સમાજની વાડી ખાતે માંગરોળ શહેર ભાજપની કારોબારી મળી હતી. જેમાં માંગરોળના પૂર્વ ધારાસભ્ય શ્રી ભગવાનજી કરગઠીયા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઇ સોમૈયા, મહામંત્રી ધનસુખભાઈ હોદાર તેમજ આશિષભાઈ પંડ્યા, પ્રભારી ભરતભાઈ ચારિયા,સહપ્રભારી પ્રભાબેન બુટાણી, જિલ્લા ભાજપના મંત્રી માલદેભાઈ ભાદરકા, માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન ચેતનભાઇ કગરાણા, નગરપાલિકાના ઉપપ્રમુખ મનોજભાઈ વિઠલાણી, જૂનાગઢ જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અબ્દુલ્લામીયા સૈયદ બાપુ, બક્ષીપંચ મોરચાના જિલ્લાના ઉપાધ્યક્ષ રણછોડભાઈ ગોસીયા, તેમજ તમામ મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટી માંગરોળ શહેરના  હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેલ. કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ  શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા દ્વારા સ્વાગત પ્રવચન, ધનસુખભાઈ દ્વારા શોક પ્રસ્તાવ, પૂર્વ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા દ્વારા રાજકીય પ્રસ્તાવ રજુ કરવામાં આવેલ. તેમજ  આ કાર્યક્રમનું સંચાલન મહામંત્રી શ્રી ધનસુખભાઇ દ્વારા કરવામાં આવેલ..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20211203-WA0127.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *