માંગરોળ ના લોએજ ગામે સ્વ. શ્રી લક્ષ્મણભાઈ એ. નંદાણીયા વિવિઘલક્ષી સેવા કાર્ય ટ્રસ્ટ દ્વારા ૧૩ મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન કેમ્પ નેત્ર નિદાન કેમ્પ તેમજ સર્વ રોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે જરૂરીયાત મંદ લોકોને તેનો લાભ લેવા ટ્રસ્ટ દ્વારા જણાવે છે,,
સ્વ. લક્ષ્મણભાઈ એ નંદાણિયા ની ૧૩ મી પુણ્ય તિથી નિમિતે માંગરોળ તાલુકાના લોએજ મુકામે એસ. ડી. બી. હાઈસ્કૂલ માં આગામી તા. ૧૨/૧૨/૨૧ ને રવિવાર ના રોજ સૌરાષ્ટ્ર ના ખ્યાતનામ ડોક્ટરો ની અનુભવી ટીમ આવનારી હોય તેમજ નેત્ર નિદાન કેમ્પ (વીર નગર ની ટીમ) ઉપરાંત રક્ત શિબિર (વોલન્ટરી બ્લડ બેંક, રાજકોટ) ની ટીમ હોય, સર્વ ને આ કેમ્પ નો વધુમાં વધુ લોકો ને લાભ લેવા સ્વ. લક્ષ્મણભાઈ એ નંદાણિયા સેવા કાર્ય ટ્રસ્ટ ના પ્રમુખ જેઠાભાઈ નંદાણિયા અખબારી યાદીમાં જણાવે છે…
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


