Gujarat

માંગરોળ, મોસાલી ખાતે ધોરણ 10-12નાં વર્ગો કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ શરૂ

રાજ્યનાં શિક્ષણ વિભાગે આજથી રાજ્યભર માં ધોરણ-૧0 અને ધોરણ-૧૨ નાં વર્ગો કોવિડ-૧૯ ની ગાઈડ લાઈન મુજબ શરૂ કરવાની જાહેરાત કરતાં, તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી એસ. પી. એમ. બોઇઝ અને એસ.પી.એમ.ગર્લ્સ સ્કૂલ, મોસાલી ખાતે આવેલી સરકારી માધ્યમિક સ્કૂલ ખાતે ઉપરોક્ત વર્ગો શરૂ થઈ ગયા છે.બે દિવસ અગાઉ જ વર્ગ ખંડોની સફાઈ કરી,સેનેતાઈઝર કરી દેવામાં આવ્યા હતા.

આજે પ્રવેશ ગેટ ઉપર આવનાર તમામ વિદ્યાર્થીઓનું થર્મોર સ્ક્રેનીગ, ઓક્સીજન લેવલ ચેક કરી, સેનેતાઈઝરનો ઉપયોગ કરી, માસ્ક પહેરી વર્ગ રૂમોમાં પ્રવેશ આપવા માં આવ્યો હતો. વર્ગ રૂમમાં પણ એક બેચ ઉપર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યા હતા.આમ કોવિડ- ૧૯ ની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરી શિક્ષણ કાર્ય આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે.જો કે આજે પ્રથમ દિવસે અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓના ચેહરા ઉપર ખુશીનો માહોલ નજરે પડતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *