Gujarat

માંગરોળ : મોસાલી ગ્રામ પંચાયત ખાતે તલાટીની જગ્યા ખાલી

માંગરોળ તાલુકાનાં મોસાલી ગામની ગ્રામ પંચાયતમાં અંદાજે એક મહિના કરતાં વધુ સમયથી તલાટીની જગ્યા ખાલી હોવાથી, પ્રજાજનોના પંચાયતને લગતાં કામો ખોરંભે પડ્યા છે.તલાટીની જગ્યા ખાલી હોવાથી માંગરોળ, તાલુકા પંચાયત તરફથી તાલુકાનાં આસરમા અને રણકપોર ગામે ફરજ બજાવતાં તલાટીને ચાર્જ આપવામાં આવ્યો હતો. પરંતુ આ તલાટી લાંબી રજા ઉપર ઉતરી ગયા છે.ત્યારબાદ માંગરોળ, તાલુકા પંચા યત તરફથી તાલુકાનાં આમનડેરા ગ્રામ પંચાયતના તલાટીને મોસાલી ગ્રામ પંચાયતનો ચાર્જ આપ્યો હતો.

 

આમનડેરા ગ્રામ પંચાયતનાં તલાટી પાસે નાની પારડી ગ્રામ પંચાયતનો પણ ચાર્જ હોય આ તલાટી મોસાલી ગ્રામ પંચાયત માટે વધુ સમય આપી શકતાં નથી. વળી મોસાલી તાલુકા મથક માંગરોળ ની નજીક આવેલું હોય આ ગ્રામ પંચાયતમા કાયમી તલાટી હોવો જરૂરી છે.હાલમાં તલાટી જ ન હોવાથી પ્રજાજનોના ગ્રામ પંચાયતને લગતાં અનેક કામો ટલ્લે ચઢી જવા પામ્યા છે.સાથે જ હવે સરકારે ૩૫ કરતાં વધુ કામો કર વાની સત્તા ગ્રામ પંચાયતને આપી છે.ત્યારે મોસાલી ગ્રામ પંચાયત ખાતે વહેલી તકે કાયમી તલાટી મુકવામાં આવે એવી માંગ ગ્રામજનોએ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *