Gujarat

માંડવી ખાતે કિસાનગોષ્ઠી યોજાઈ

સુરત
ડિજીટલ માધ્યમથી કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને છત્તીસગઢના ઝ્રસ્ ભૂપેશ બઘેલ દ્વારા ખેતી વિષયક માર્ગદર્શન અપાયું હતું. નવી દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૩૫ નવી પાકની જાતોને બહાલી તથા ચાર કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કેમ્પસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, તેમજ કૃષિ વૈજ્ઞાનિકોની સલાહસૂચન પ્રમાણે ખેતી કરવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ઉન સહકારી મંડળી પ્રમુખ રામજી પટેલ, રાઈસમિલના મેનેજર પ્રવિણ મહિડા, રાઈસમિલના સભ્ય રામસિંગ ચૌધરી સહિત ગ્રામજનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.સરકારે જણાવ્યું હતું કે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા સુરત જિલ્લાના માંડવી રાઈસમિલ ખાતે કિસાનગોષ્ઠી યોજાઈ હતી. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક/ જૈવિક ખેતી, શાકભાજીની વૈજ્ઞાનિક ખેતપદ્ધતિ, હવામાન તથા પોષણયુક્ત આહાર અંગે ખેડૂતોને માહિતગાર કરાયા હતા. આ ગોષ્ઠીમાં ૧૦૯ ખેડૂત ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. જે. એચ. રાઠોડે વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિને પ્રાકૃતિક ખેતી સાથે જાેડીને જમીનની તંદુરસ્તી સુધારવા તથા વધુ ઉત્પાદન મેળવવા માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

madvi-Natural-Farming-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *