Gujarat

માજી સૈનિકોને પોતાના પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં વારસદારનું નામ નોંધાવી લેવા અંગે

મીલીટરીનું ફેમિલી પેન્શન મેળવવા માટે પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં વારસદારનું નામ હોવું જરૂરી છે કે જેથી પેન્શન મેળવતા માજી સૈનિકના અવસાન બાદ તેઓના વારસદારોને ફેમિલી પેન્શન મેળવવામાં કોઈ તકલીફ ન પડે. જેથી કોઇ કારણવશ લગ્નનો પાર્ટ-ટુ ઓર્ડર પબ્લીશ ન થયો હોવાના કારણે પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં ધર્મપત્નીનું નામ દાખલ ન થયું હોય તો તે માટે રક્ષા મંત્રાલય તરફથી તમામ રેકોર્ડ કચેરીઓ દ્વારા લગ્નનો પાર્ટ-ટુ ઓર્ડર પબ્લીશ કરવા માટે ખાસ સુચના આપવામાં આવેલ છે. આથી, કોઇ કારણવશ માજી સૈનિકોએ પોતાના લગ્નનો પાર્ટ-ટુ ઓર્ડર પબ્લીશ ન કરાવ્યો હોય તેઓએ પોતાના લગ્ન થવા બાબતનો પાર્ટ-ટુ ઓર્ડર પબ્લીશ કરાવી તાત્કાલિક પોતાના પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં પોતાના વારસદારનું નામ દાખલ કરાવી લેવા અને આ માટેના જરૂરી અરજીપત્રક જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી જામનગરથી કચેરી સમય દરમ્યાન મેળવી લેવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *