Gujarat

માણાવદર તાલુકાના વેળવા – ચુડવા રોડના નબળા કામ અંગે તપાસની માંગ કરતા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ લાડાણી

માણાવદર તાલુકાના વેળવા – ચુડવા રોડના નબળા કામ અંગે તપાસની માંગ કરતા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ લાડાણી

માણાવદર – વેળવા- ચુડવા રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે તેમા માણાવદર જીઇબી ચોકથી દોઢેક કિ.મી. સુધી પટી માં બુરવાનું કામ ચાલું છે. આ કામગીરીની માં વપરાયેલ મટીરીયલ હલકી ગુણવતાનું વપરાયું હોવાનો આક્ષેપ કરી આ અંગે તપાસ કરવા માણાવદર તાલુકા કૉંગ્રેસના પ્રમુખ અરવિંદભાઇ લાડાણી એ માંગ કરી છે

આ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે માણાવદર તાલુકાથી ઉપલેટા તાલુકાને જોડતા સ્ટેટ વિભાગ હસ્તકનો જે માણાવદર – વેળવા- ચુડવા સુધી 17 કિ.મી. નો રસ્તો પહોળો કામગીરી ચાલી રહી છે આ કામ અંદાજે 17 કરોડ રૂપિયા નું મંજૂર થયેલ છે આ કામમાં સાઇડ પટી નું ખોદાણ કામ તથા જી.એસ.બી. મટીરીયલ ભરવાનું કામ ચાલુ છે તેમાં જી.એસ.બી.મટીરીયલ નબળી ગુણવતા નું વાપરે છે આ કામ જોતા જ નબળું કામ થાય છે આ અંગે કાર્યપાલક ઇજનેર અને કવોલિટી કંટ્રોલ ને પણ લેખિત રજૂઆત માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ લાડાણી એ કરી છે.

IMG-20210108-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *