Gujarat

માતાએ કરી પુત્ર સામે કરી પોલીસ ફરિયાદ, પિતાના મૃત્યુ બાદ પુત્રએ માતા-બહેનની ખોટી સહીઓ કરી મિલકત પચાવી પાડી

વડોદરા
વડોદરામાં એક ખુબ જ અચંભાવે તેવી ઘટના બની છે. પુત્રએ પિતાના અવસાન બાદ માતા તથા બહેનની જાણ બહાર તેમની જ ખોટી સહીઓ વડે મકરપુરા જીઆઇડીસીમાં આવેલી કંપનીની તમામ મિલકતો પોતાના નામે કરી નાખી હતી. આ બાબતની જાણ થતા માતાએ આરટીઆઇમાં ખુલાસો માગતા સમગ્ર હકીકતનો પર્દાફાશ થયો હતો. જેના પછી માતા દ્વારા પુત્ર વિરુદ્ધ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વર્ષ-૨૦૦૮ દરમિયાન નારાયણભાઈ પટેલનું કેનેડા ખાતે અવસાન થયા બાદ કંપનીનો તમામ વહીવટ બકુલભાઈ સંભાળતા હતા. કંપનીમાં પિતાના અવસાન બાદ માતાનો ૫૦ ટકાનો હિસ્સો હોવા છતાં માતાને દવા તથા સારવાર માટેના નાણાં પુત્ર બકુલભાઈ આપતા ન હતા. કંપનીના હિસાબ અંગે પણ ઉડાઉ જવાબો મળતા હતા. બકુલભાઈ પત્ની તથા બાળકો સાથે અલગ રહેવા ચાલ્યો જતા માતાની સંભાળ લીધી ન હતી. ફરિયાદના આધારે માંજલપુર પોલીસે બકુલભાઈ નારાયણભાઈ પટેલ તથા તેમની પત્ની શેફાલી(બંને રહે, એન્ટીકાગ્રીનવુડ, અંકોડિયા રોડ, વડોદરા) વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં હતા. આ ઉપરાંત માતા સંધ્યાબેન તથા ભાઇ પરિમલભાઈના નામે મકરપુરા જીઆઈડીસીમાં પ્લોટ નંબર ૧૩૪માં ચાલતી એરફીટ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીની મિલ્કત પણ બકુલભાઈએ પોતાના નામે કરવા ટ્રાન્સફર માટેની અરજી આપી તેમાં પરિમલભાઈની ખોટી સહીઓ કરી હતી. જ્યારે માતા સંધ્યાબેનની માલિકીની ઈનોવા કાર પણ બકુલભાઈએ તેમની પત્ની શેફાલીના નામે ટ્રાન્સફર કરાવી દઇ ટીટીઓ ફોર્મ ઉપર સંધ્યાબેનની ખોટી સહીઓ કરી હતી. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા ૭૪ વર્ષીય સંધ્યાબેન પટેલના પતિ નારાયણભાઈએ વર્ષ-૧૯૭૨ દરમિયાન મકરપુરા જીઆઇડીસી પ્લોટ નંબર ૧૩૧, ૧૩૨ અને ૧૩૩માં નૂતન એન્જિનિયરિંગ નામની કંપની શરૂ કરી હતી. જેમાં પિતા નારાયણભાઈએ પુત્ર બકુલભાઈને ૧૯૯૩માં કંપનીમાં ૫૦ ટકા ભાગીદાર બનાવ્યા હતા. બીજા દીકરા પરિમલભાઈ અલગ વ્યવસાય સાથે સંકળાયેલો છે અને દીકરી નૂતનબેન કેનેડા ખાતે સ્થાયી થયેલા છે. પુત્રની હરકતો ઉપર શંકા જતા માતા સંધ્યાબેનને આર.ટી.આઈ થકી જાણવા મળ્યું હતું કે, તેમના પતિએ ઊભી કરેલી મિલકત પતિના અવસાન બાદ કંપનીના પાર્ટનર તરીકે તેમનું પોતાનું તથા દીકરીનું નામ દાખલ કરવા બે સાક્ષીઓની હાજરીમાં સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી આપ્યું હતું. તેના બદલે બકુલભાઈએ કંપનીની તમામ મિલકત પોતાના નામે કરી જીઆઇડીસીની ઓફિસ ખાતે તેમના નામની ખોટી એન્ટ્રીઓ દર્શાવી સ્ટેમ્પ પેપર ઉપર પોતાના નામે મિલકત ચડાવી સંમતિ પત્રકમાં માતા સંધ્યાબેન તથા બહેન નૂતનબેનની ખોટી સહીઓ કરી હતી.

fir.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *