Gujarat

મારે ખૂબ રડવું છે મારી વાત સાંભળનાર કોઈ નથી ઃ પિડીતાએ લખ્યું હતું

વડોદરા
‘ભાનમાં આવ્યાં બાદ ચીસો પાડતાં નરાધમોએ મોઢા ઉપર દુપટ્ટો બાંધી દીધો હતો. શ્વાસ લેવામાં તકલીફ થતાં ફરી અર્ધબેભાન થઇ ગઇ હતી. બન્ને હવસખોરોને લાગ્યું કે તે મરી ગઇ છે, એટલે તેણીને ઢસડીને ઝાડીઓમાં લઇ જતા હતા. રસ્તા પરનો પત્થર માથામાં વાગતા તે ભાનમાં આવી અને બન્નેને ખબર પડી કે તેનામાં હજી જીવ છે એટલે બન્ને ભાગી છુટ્યા હતા. તે ખૂબ ગભરાઇ ગઇ હતી, ઘટના તે કોઇને કહીં પણ નહોતી શકતી, તેને ખૂબ રડવુ હતુ પોતાની સાથે બનેલી આ ઘટના કોઇને કહીં મન હલકુ કરવુ હતુ પણ તેને સાંભળનાર કોઇ ન્હોતુ.પિડીતાનો કોઇ પીછો કરી રહ્યાં હોવાનો ડીવાયએસપી બી.એસ.જાધવે ઇન્કાર કર્યો હતો.જ્યારે સુત્રોએ જણાવ્યું હતું કે બંને નરાધમો અથવા કોઇ એક પિડીતાને ઓળખતો પણ હોઇ શકે છે. તે લોકો પીડીતાને જાણે ઓળખતા હોય, તેનાથી ખૂબ સારી રીતે પરિચિત હોય તેવુ તેને લાગતુ હતુ. કારણ કે, એ બન્ને તેનુ નામ પણ જાણતા હતા. પીડિતાએ તેની ડાયરીમાં મહત્વની બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં એક વાત એવી પણ તેણીએ લખી છે કે, તે બન્ને મવાલી જેવા ન હતા પીડિતાએ ડાયરીમાં કેટલીક બાબતો હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીમાં લખી હતી. તેણીએ લખ્યું હતું કે, સાયકલ લેવા તે ચકલી સર્કલ ગઇ પણ ત્યાં ભીડ હતી એટલે સાયકલ લઇને હું જગદીશવાળી ગલીથી ફરીને જઇ રહી હતી. ત્યારે અચાનક પાછળથી કોઇએ તેની સાયકલને જાેરથી ધક્કો માર્યો અને દિવાલ સાથે ભટકાઇ નીચે પડી ગઇ હતી. તેવામાં બે લોકોએ તેની આંખ બાંધી દીધી અને માથામાં જાેરથી મારતા તે અર્ધ બેભાન થઇ ગઇ હતી.’

Gang-Rape.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *