Gujarat

માહિતીખાતાના કર્મચારીઓને ગાંધીનગરમાં તાલીમ અપાઈ

ગાંધીનગર
યુનિસેફ અને સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઈટ્‌સ(ઝ્રઝ્રઝ્રઇ)-ઁડ્ઢઈેંના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ‘સોશિયલ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન’ અંગેની તાલીમમાં માહિતી ખાતા દ્વારા હાલમાં કરવામાં આવી રહેલી સોશિયલ મીડિયાની કામગીરી અને પ્રવર્તમાન સમયની માંગ સાથે વધુને વધુ કેવી રીતે તાદાત્મ્ય સાધીને રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરીની વધુ સારી રીતે પ્રચાર પ્રસિદ્ધિ થઈ શકે તે સંદર્ભે વિવિધ ટેકનિકલ સત્રો યોજાયા હતા. માહિતી ખાતાના અધિકારીઓ તેમજ કોર્પોરેટર ટ્રેઈનર-પૂર્વ પત્રકાર બિનિતા પરીખ સહિતના તજજ્ઞ દ્વારા સોશિયલ મીડિયા કોમ્યુનિકેશનના વિવિધ પાસાઓ ઉપર પોતાના વિચારો રજૂ કરાયા હતા. તાલીમના પ્રારંભમાં ઁડ્ઢઈેંના સેન્ટર લીડ ડૉ. પ્રદિપ મલિકે તાલીમની રૂપરેખા તેમજ યુનિસેફના કોમ્યુનિકેશન તજજ્ઞ મોરિયા દાવા દ્વારા વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું. તાલીમના અંતમાં પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું. ત્યારબાદ ઝ્રઝ્રઝ્રઇના વેદાંત શર્માએ આભારવિધિ કરી હતી. આ એક દિવસીય તાલીમમાં માહિતી ખાતાની વડી કચેરી તેમજ પ્રાદેશિક કચેરી અમદાવાદ ખાતે ફરજ બજાવતાં અધિકારીઓ-કર્મચારીઓ જાેડાયા હતા.માહિતી ખાતાના કર્મયોગીઓને આધુનિક સોશિયલ મીડિયા સાથે વધુ માહિતગાર કરવા માટે ગાંધીનગર ખાતે ‘સોશિયલ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન્સ’ વિષયક એક દિવસય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Department-staff-trained-in-Gandhinagar-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *