ખેડા જિલ્લાના મહુધા તાલુકા માં આવેલ અને દશામાં ધામ તરીકે પ્રસિદ્ધ એવા મીનાવાડા ગામ માં આવેલ આદર્શ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા માતાજી ની આરતી તેમજ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આચાર્ય દિનેશ ભાઈ, બીપીનભાઈ તથા રાધિકાબેન શ્રી એ સુંદર રીતે બાળકો ને તૈયાર કરી સાથે સાથે ગરબા રમ્યા હતા આ પ્રસંગે ગામનાં સરપંચ શ્રી સામંતસિંહ સોઢા પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા સરપંચ તરફથી બાળકો માટે વોટર જગ તથા (૨) બે નંગ સિલીંગ ફેન પણ આપ્યા હતા અને બાળકો નાં ભવિષ્ય ની ચિંતા કરતાં વાલીઓ સાથે મીટીંગ કરી બાળકો ને નિયમિત શાળા મોકલવા સુચન કરવામાં આવ્યું હતું.


