Gujarat

મુખ્યમંત્રીએ ગાંધીનગર સિવિલની અચાનક મુલાકાત લીધી

અમદાવાદ
ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. બીજી તરફ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે અચાનક જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે હોસ્પિટલમાં કોવિડ અને ઓમિક્રોન વોર્ડની મુલાકાત લઈને સુવિધા અને સારવાર અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે હોસ્પિટલની વ્યવસ્થા અંગે અધિકારીઓ તથા ડોક્ટરો સાથે પણ ચર્ચાઓ કરી હતી. બીજી તરફ તેમની સરપ્રાઈઝ વિઝિટથી હોસ્પિટલનો સ્ટાફ પણ હરકતમાં આવી ગયો હતો.
મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં ૈંઝ્રેં વોર્ડની મુલાકાત લીધી. તેમણે સિવિલમાં સફાઈ કર્મીથી લઈને ઇસ્ર્ં સાથે ચર્ચા કરી હતી. તેમણે હોસ્પિટલની વ્યવસ્થાની પણ ચકાસણી કરી હતી. મુખ્યમત્રીએ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇન્ડોર પેશન્ટ્‌સ સાથે વાતચીત કરી માહિતી મેળવી હતી. હોસ્પિટલમાં કાર્યરત કર્મીઓ સાથે પણ સંવાદ કરી સાફ સફાઇ, દવાઓ, દર્દીઓને અપાતી સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી.
ગાંધીનગરમાં કોરોનાના પોઝિટિવ કેસો આવવાનું શરૂ થઈ ચૂક્યું છે. બહારથી આવતાં મુસાફરોમાં કોરોના સંક્રમણ વધારે જાેવા મળી રહ્યું છે. ગાંધીનગરનાં સેક્ટર-૨ રહેતો યુવાન પણ રાજસ્થાનના જેસલમેરની સહેલગાહથી પરત ફરતા ગઈકાલે કોરોના પોઝિટિવ હોવાનું સરકારી દફતરે નોંધ થઇ હતી. મિલિટરી કેમ્પમાંથી પણ ૧૩ વર્ષીય વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવી હતી. ત્યારે આજે પણ મિલિટરી કેમ્પમાં ૩૭ વર્ષીય મહિલાનું પણ કોરોના સંક્રમણનો ભોગ બની છે. તેમજ રાયસણમાં પણ ૨૯ વર્ષીય યુવાન કોરોના સંક્રમિત થયો છે. જેઓને હોમ આઈસોલેશનમાં સારવાર શરૂ કરી તેમના સંપર્કમાં આવેલા સભ્યોને પણ કોરન્ટાઈન કરી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં નવેમ્બરથી કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૭૭ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૬૬ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો રાજ્યમાં એક હજારની નજીક ૯૪૮ એક્ટિવ પહોંચી ગયા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનનો એક પણ નવો કેસ નોંધાયો નથી. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ ૫૨ નવા કેસ નોંધાયા છે. ૧૩ જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. ગઈકાલે ૨૫ ડિસેમ્બરે ૧૭૯ નવા કેસ નોંધાયા હતા. આ પહેલાં ૨૩ ડિસેમ્બરે ૧૭૯ દિવસ બાદ ત્રિપલ ફિગરમાં એટલે કે ૧૧૧ નવા કેસ નોંધાયા હતા. એ પહેલાં ૨૭ જૂને રાજ્યમાં કુલ ૧૧૨ નોંધાયા હતા.
રાજ્યમાં છેલ્લા ૬ દિવસોમાં કોરોનાના નોંધાયેલા કેસોની વાત કરીએ તો, ૨૦ ડિસેમ્બરે ૭૦ નવા કેસ નોંધાયા હતા. આ રીતે ૨૧ ડિસેમ્બરે ૮૭, ૨૨ ડિસેમ્બરે ૯૧, ૨૩ ડિસેમ્બરે ૧૧૧, ૨૪ ડિસેમ્બરે ૯૮ તથા ૨૫ ડિસેમ્બરે ૧૭૯ કેસ નોંધાયા. આમ ૬ દિવસમાં ૬૩૬ કેસ સામે આવ્યા. આ દરમિયાન કુલ ૧૨ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા. ઉપરાંત શનિવારે ઓમિક્રોનના વધુ ૪ નવા કેસ સાથે રાજ્યમાં કુલ કેસનો આંક ૪૯ થઈ ગયો છે. એક જ દિવસમાં નવા કેસમાં ૮૨ ટકાનો વધારો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *