ગાંધીનગર
વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ અરૂણકુમાર સોલંકીએ સિનિયર ટેકનિકલ ઓફિસરની ગેઝેટેડ જગ્યા પર નોન ગેઝેટેડ ઓફિસર નિૃલ જાેષીની નિમણૂક કરતાં વિવાદ ઊભો થયો છે. છઝ્રજી અરુણકુમાર સોલંકીની મંજૂરીથી કરાયેલા ઓર્ડરમાં ગુજરાત ઈકોલોજી કમિશનના સિનીયર પ્રોજેક્ટ મેનેજર નિશ્ચલ જાેષીને વન અને પર્યાવરણ વિભાગમાં સિનિયર ટેકનિકલ ઓફિસરનો ચાર્જ સોંપાયો છે. પર્યાવરણને લગતી કોઈ ફાઈલ વિભાગમાં આવે ત્યારે સિનિયર ટેકનિકલ ઓફિસર પાસેથી જ આગળ વધતી હોય છે. આ મામલે છઝ્રજી અરુણકુમારનો ટેલિફોનિક સંપર્ક સાધવા છતાં તેમણે ફોન રિસીવ કર્યો નહોતો. હાલમાં સચિવાલયમાં આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
