Gujarat

મેડ ઈન ઈન્ડિયા’ કોરોના વૅક્સીનની માંગ વધી, 9 દેશોએ ભારત પાસે માંગી મદદ

કોરોના મહામારી (Corona Pandemic) વચ્ચે સમગ્ર વિશ્વ વૅક્સીનની (Corona Vaccine) આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે. એવામાં કોરોના વૅક્સીનને (Covid-19 Vaccine) લઈને અનેક દેશ ભારત તરફ નજર રાખી રહ્યાં છે. ભારત વૅક્સીનના ઉત્પાદન અને સપ્લાય માટે સંપૂર્ણ સજ્જ છે. બ્રાઝીલ, મોરક્કો, સઉદી અરબ, મ્યાનમાર, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા સહિતના દેશોએ ભારત પાસે વૅક્સીનની માંગ કરી છે.

કોરોના વૅક્સીનના (Corona Vaccine) વિતરણમાં ભારત સરકાર બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન જેવા પડોશી દેશોને વધારે મહત્વ આપશે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ભારત શરૂઆતથી જ કોરોના મહામારી સામેની જંગમાં (India Fight Against Corona) સમગ્ર વિશ્વમાં આગળ રહ્યું છે. આ દિશામાં સહયોગ કરવો, એ અમારુ કર્તવ્ય છે.

જ્યારે કોરોના વૅક્સીન (Corona Vaccine) માટે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતની ભૂમિકા જણાવી હતી. તેમણે જણાવ્યું કે, ભારતમાં કોવિશીલ્ડ (Covishield) અને કોવેક્સીનની (Covaxin)બે કોરોના વૅક્સીનના (Indian Corona Vaccine) ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *