Gujarat

મોટા ઉજાળા ગામે પત્નીને પતિએ ગળું દબાવી મારી નાંખી

અમરેલી
સોમવારે રાત્રે આશા અને તેના પતિ હિમત વચ્ચે આ મુદે બોલાચાલી થઇ હતી. આશા જે ખાટલા પર સુતી હતી તે ખાટલાનુ વાણ છોડી તે દોરી વડે જ પતિએ ગળુ દબાવી દઇ હત્યા કરી નાખી હતી. જયાં તેણે પત્નીને હાર્ટએટેક આવ્યો હોવાનુ જણાવ્યું હતુ. જાે કે ગળા પર ફાંસાના ઇજાના નિશાન હોય પોલીસે ડોકટરની પેનલ પાસે પીએમ કરાવ્યું હતુ. હિમત મકવાણા પોલીસને ગોળગોળ વાતો કરી ભટકાવી રહયો હતો પરંતુ હિમતના પિતાએ પણ પોતાના પુત્રએ જ હત્યા કર્યાનુ વેવાઇ પાસે કબુલતા આખરે પોલીસે હત્યાનો ગુનેા નોંધ્યો હતો. બનાવને છુપાવવા હિમત પત્નીની લાશને સૌપ્રથમ કુંકાવાવના ખાનગી દવાખાને લઇ ગયો હતો પરંતુ મોત શંકાસ્પદ જણાતા ખાનગી તબીબે લાશ વડીયા સિવીલમા ખસેડી હતી. અહી મહિલાના ગળા પર ઇજાના નિશાન સ્પષ્ટ ઉપસી આવતા હત્યાનો ખુલાસો થયો હતો. ચુનીભાઇ બારીયાને તેમના વેવાઇ કાનજીભાઇ મકવાણાએ ફોન કરી એવુ કહ્યું હતુ કે તમારી પુત્રીને કંઇક થઇ ગયુ છે અને બોલતી નથી. ચુનીભાઇ જયારે વડીયા ગયા ત્યારે વેવાઇએ જ તેની સામે કબુલ કર્યુ હતુ કે તેના પુત્રે ગળાફાંસો દઇ આશાને મારી નાખી છે.વડીયા તાલુકાના મોટા ઉજળામા ગઇકાલે દાહોદ પંથકની એક મહિલાનુ શંકાસ્પદ હાલતમા મોત થયા બાદ આખરે આ ઘટનામા પતિએ જ પત્નીની હત્યા કર્યાનુ ખુલ્યુ છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી ગામે રહેતા ચુનીયાભાઇ વજીયાભાઇ બારીયાએ આ બારામા પોતાના જમાઇ હાલ વડીયા તાલુકાના મોટા ઉજળા ગામે રહેતા અને મુળ ફતેપુરા તાલુકાના ધણીખુટ સુખસર ગામના હિમત ઉર્ફે મેહુલ કાનજી મકવાણા સામે વડીયા પોલીસમા ફરિયાદ નોધાવી છે. જેમા તેમણે જણાવ્યું છે કે તેની પુત્રી આશા પતિ અને સાસુ સસરા સાથે મોટા ઉજળામા રહેતી હતી. જયાં તેમણે ખેતીની જમીન ભાગવી વાવવા રાખી છે. ફઇના દીકરાના લગ્ન હોય બે દિવસ પહેલા તેમણે આશાને લગ્નમા આવવા માટે ફોન કર્યો હયો. તે સમયે જ આશાએ તેનો પતિ આ લગ્નમા આવવાની ના પાડતો હોવાનુ જણાવ્યું હતુ.

the-hudband-strangled-his-wife-whill-she-was-sleeping-at-amreli.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *