મોડાસા,
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એમ.બી તોમરને બાતમી મળી હતી કે રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડને અંજામ આપીને નાસતો ફરતો આરોપી હસન ભાઈ અકબરભાઈ બેલીમ રહે. આરાધના સિનેમા સામે લુહારફળી, ખેડબ્રહ્માવાળો આરોપી હિંમતનગર નેશનલ હાઇવે ઉપર આવેલા રાજેન્દ્રનગર થઈને શામળાજી થી ખેડબ્રહ્મા તરફ જનાર હોવાની માહિતીના આધારે પોલીસે રાજેન્દ્રનગર ચોકડી ખાતે વોચ ગોઠવીને ખાનગી વાહન દ્વારા ત્યાંથી પસાર થઇ રહેલા ઉપરોક્ત આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડને અંજામ આપીને છેલ્લા કેટલાય સમયથી નાસતા ફરતા ખેડબ્રહ્માના આરોપીને રૂરલ પોલીસે બાતમી આધારે રાજેન્દ્રનગર ચોકડી પાસેથી ખાનગી વાહનમાંથી ઝડપી જેલ હવાલે કર્યો હતો.