Gujarat

મોડાસા : પરખ સંસ્થા દ્વારા બાળકોને તલ–ચીકીનું વિતરણ

અરવલ્લી ધ્વારા કિસાન સૂર્યોદય યોજના કાર્યક્રમ હેઠળ બાળકો માટે તા: ૦૮/૦૧/૨૦૨૧ ના રોજ તલ-ચીકી નું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં U.G.V.C.L ધ્વારા અરવલ્લી ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ ને ૧૦ બોક્સ ચીક્કી આપવામાં આવી. અરવલ્લી ચાઈલ્ડ લાઈન ટીમ ધ્વારા મોડાસા શહેર ના મેઘરજ ચોકડી,ઓધારી તળાવ,શાસ્ત્રીનગર,ડુગરવાડા બાય-પાસ રોડ ઉપર અન્ય જીલ્લા માંથી આવેલા સ્થળાંતરીત શ્રમિકો જેઓ પોતાના પરિવાર સાથે આ વિસ્તાર માં રહે છે.

અત્યારે સ્કૂલો બંધ હોવા થી શ્રમિક પરિવારો બાળકો ને સાથે લઈને કામ માટે મોડાસા શહેર ના આ વિસ્તારો માં વસેલા છે અત્યારે ઠંડી ની ઋતુ માં અન્ય પરિવાર ના બાળકો તલ ની વસ્તુ નો આનંદ માણે છે અરવલ્લી ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ ધ્વારા U.G.V.C.Lના કિસાન સૂર્યોદય યોજના બાબતે મળેલ તલ-ચીકી નું વિતરણ આ શ્રમિક પરિવારોના બાળકો માં તા ૦૮/૦૧/૨૦૨૧ અને ૦૯/૦૧/૨૦૨૧ દરમિયાન કરવામાં આવ્યું આ શ્રમિકો ના કુલ ૧૫૦ બાળકો ને તલ-ચીકી નું વિતરણ કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *