Gujarat

મોરબી : કરુણા અભિયાન અંતર્ગત દોરાથી ઘાયલ પશુ-પક્ષી માટે દરેક તાલુકામાં સારવાર કેન્દ્રો શરૂ

મોરબી: સરકાર દ્વારા કરૂણા અભિયાન પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે. જે સંદર્ભે તા.૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી સુધી પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષીઓ અને માણસોને નુકશાન ન થાય તે હેતુથી “કરૂણા અભિયાન” હાથ ધરવામાં આવે છે અને ઉતરાયણ જેવા પર્વની ઉજવણી જેવો માનવનો હર્ષ અને ઉલ્લાસનો પ્રસંગ અબોલ પશુ-પક્ષીઓ માટે અને માણસોને કોઇ ખતરારૂપ ન થાય તે રીતે ઉજવવામાં આવે તે દિશાઓમાં પ્રયત્નો થાય અને લોકોમાં જાગૃતિ કેળવાય છે.

આ સંદર્ભે “કરૂણા અભિયાન-૨૦૨૧” અંતર્ગત મોરબી જિલ્લાના શહેર તથા તાલુકાઓના વિસ્તારોમાં નીચેની વિગતોએ સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે. જેમનો જાહેર જનતાએ નોંધ લઇ પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષીઓ ધાયલ થાય તો નીચે મુજબના સારવાર કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાંઆવે છે. કરૂણા અભિયાન – ૨૦૨૧ અંતર્ગત તા.૧૦/૦૧/૨૦૨૧ થી તા.૨૦/૦૧/૨૦૨૧ દરમ્યાન સવારના ૭.૦૦ થી સાંજના ૧૮.૦૦ સુધી પશુ પાલન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવનાર સારવાર કેમ્પોનું સરનામાં આ મુજબ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *