જગવિખ્યાત અંબાજી ખાતે લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના અબ્દુલ (શરદ સંખલા) પોતાના પરિવાર સાથે અંબાજી મંદિર ના દર્શન કરવા આવ્યા હતા અને રાજસ્થાનના પાલી તેમનું મૂળ વતન છે અને હાલમાં તેઓ મુંબઇ ખાતે રહે છે. શરદ સાંખલા બૉલીવુડની ઘણી ફિલ્મોમાં પણ અભિનય કરેલ છે.
વહેલી સવારે અંબાજી મંદિર ખાતે તેઓ પોતાના પરિવાર સાથે આવ્યા હતા, અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અંબાજી મંદિરના ગર્ભગૃહમાં જઈને તેમને માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ ભટ્ટજી મહારાજની ગાદી પર જઈને આશીર્વાદ લીધા હતા…
*ચાલો જાણીએ અબ્દુલ એટલે કે શરદ સાંકલાના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો-*
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ સબ ટીવીનો લોકપ્રિય કોમેડી શો છે. તેના તમામ પાત્રો પોતાનો અભિનય ખૂબ જ સારી રીતે ભજવે છે. અબ્દુલનું પાત્ર ભજવતા ‘શરદ સાંકલા’ને ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને 25 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. અંદાજિત 35 થી વધુ ફિલ્મો અને ઘણા ટીવી શો કર્યા છે. પરંતુ શું તમે જાણો છો કે તેને પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે તેમને કામ માટે ધક્કા ખાવા પડ્યા. પરંતુ તારક મહેતા સિરિયલમાં કામ કર્યા બાદ તેમના જીવનમાં પલટો આવ્યો અને તેણે ફરી પાછું વળીને જોયું નથી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

