જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર શક્તિ ભક્તિ આસ્થાનું ત્રિવેણી સંગમ છે દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો અંબાજી માતાજીના દર્શને આવતા હોય છે અને યાત્રિકો દ્વારા માતાજી ને સોના તથા ચાંદીના આભૂષણો તથા રોકડ રકમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ને ભેટ કરતા હોય છે મંગળવાર ના રોજ અંબાજી મંદિર દર્શને આવેલા પુનાના દાતાશ્રી તરફથી માતાજીના ચરણોમાં રૂ ૩,૩૧,૨૦૦ ની કિંમતનો ૭૩.૬ ગ્રામ વજન વાળો કિંમતી સોનાનો હાર અર્પણ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ને ભેટ કરવામાં આવ્યો હતો.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


