સુરત,
યુવતીની ડાયરીએ ખોલ્યું રહસ્ય- યુવતી અંગે તપાસ કરતાં ય્ઇઁની ટીમને યુવતીએ લખેલી એક ડાયરી હાથ લાગી છે, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના ૨ દિવસ પૂર્વે વડોદરાના ૨ રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. આ પછી વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે ય્ઇઁની ટીમે વડોદરાના ગૌત્રી પોલીસની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના બાદ ત્યાંથી પસાર થતી એક બસના ડ્રાયવર યુવતીને ઘર સુધી જવામાં મદદરૂપ થયા હતા, એની પણ નોંધ ડાયરીમાં મળી આવી છે. દિવાળીના દિવસે મોડીરાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર આવેલી ગુજરાત ક્વીન ટ્રેનના ડી-૧૨ નંબરના ડબ્બામાં એક યુવતીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ટ્રેનના ડબ્બામાં સામાન મૂકવાની રેકથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળતા રેલવે પોલીસ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. સમગ્ર ઘટનામાં રેલવે પોલીસે તપાસ આદરી હતી. મૃતક વડોદરામાં એક કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને પાંચ દિવસ પહેલા જ તે વડોદરાથી પોતાના ઘરે નવસારી આવી હતી. યુવતી અભ્યાસની સાથે એક સામાજિક સંસ્થા સાથે પણ જાેડાયેલી હતી. આથી તે સંસ્થાના કામ માટે બહાર(મરોલી) જઈ રહી હોવાનું પરિવારજનોને જણાવ્યું હતું. તે એક દિવસમાં ઘરે પરત ફરશે આવું જણાવીને ઘરથી નીકળી હતી.કોઈ કામ અર્થે નવસારીથી મરોલી જવાનું કહીને યુવતી નીકળી હતી હાલ પોલીસ એક પછી એક ઝ્રઝ્ર્ફ ચેક કરીને વિગતો એકઠી કરી રહી છે વલસાડમાં ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં ફાંસો ખાઇ આપઘાત કરી લેનાર યુવતીના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ યુવતી પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં દુષ્કર્મ આચરાયું હોવાની વિગતો ડાયરીના આધારે બહાર આવી છે. જેથી પોલીસ દ્વારા સમગ્ર કેસની બારીકાઈપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આપઘાત અગાઉ આ યુવતી સુરતના રેલવે સ્ટેશન પર પણ સ્પોટ થઈ હોવાનું ઝ્રઝ્ર્ફના આધારે સામે આવ્યું છે. સુરત રેલવે સ્ટેશનના ઝ્રઝ્ર્ફમાં યુવતી પાછળ ગુલાબી કલરના થેલા સાથે દેખાય છે. એક વાત એવી ચાલી રહી છે કે, યુવતીનો પીછો થઈ રહ્યો હતો. જાે કે ઝ્રઝ્ર્ફ પ્રમાણે યુવતી સામાન્ય સંજાેગોમાં જતી હોવાનું સામે આવ્યું છે. ઘરેથી મરોલી જવાનું કહીને યુવતી શા માટે સુરત આવી અને સુરત રેલવે સ્ટેશનથી ક્યાં ગઈ અને ક્યારે ગઈ તે તમામ બાબતે પોલીસની અલગ-અલગ ટીમો વિસ્તારના ઝ્રઝ્ર્ફ ફૂટેજ મેળવવાની કાર્યવાહી કરી રહી છે. ડાયરીના આધારે આપઘાત કરનારી યુવતી સાથે દુષ્કર્મ થયાનું સામે આવ્યાં બાદ પોલીસે સમગ્ર મામલે બારીકાઈપૂર્વકની તપાસ હાથ ધરી છે. જેમાં યુવતી ૩ તારીખના રોજ તેની માતાને મરોલી જઈ રહી હોવાનું કહીને નીકળી હતી. ત્યારબાદ મરોલી ગઈ કે કેમ પરંતુ સુરત શું કરતી હતી તે સવાલો સામે આવી રહ્યાં છે. સુરતના રેલવે સ્ટેશન પર યુવતી ૧૦.૦૩ વાગ્યાના સમયે દેખાય છે. જેમાં યુવતીના કાનમાં હેડફોન જેવું કંઈ હોવાનું તથા ખભા પર ગુલાબી કલરનો થેલો અને સ્પોર્ટસ પ્રકારના બૂટ સાથે દેખાતી યુવતીની ચાલ પણ સામાન્ય છે. એક શંકા એવી પણ છે કે, યુવતીનો કોઈ પીછો કરી રહ્યું હતું. જાે પીછો કરાઈ રહ્યો હતો તો યુવતી સામાન્ય સંજાેગોમાં દેખાઈ રહી છે.


