Gujarat

યુવા ઉમેદવાર : પત્રકારત્વથી કારકિર્દી શરુ કરનાર મનીષા આહીર હવે રાજનીતિમાં, આવી છે ફિલોસોફી

જામનગર : રાજકારણમાં યુવાઓ હશે તો જ સર્વાંગી વિકાસ શક્ય  છે એવી પશ્ચિમના દેશોની ફિલોસોફી હવે ભારતમાં અને કાશ કરીને ગુજરાત મોડેલ બનવા જઈ રહ્યું છે. બીજેપીએ યુવાઓને વધારે તક મળે તેવા પ્રયાસો કરી આ વખતે ઉમર સબંધિત નિયમ બનાવી આગામી રાજનીતિમાં યુવાઓના રોલનું કેટલું મહત્વ રહેશે તેનો  તાગ આપ્યો છે ત્યારે સુરત મહાનગર પાલિકામાં આ જ ભાજપાએ એક એવા યુવા ઉમેદવાર પર દાવ ખેલ્યો છે. પોતાની કારકીર્દીની શરૂઆત પત્રકારત્વથી કરી, સાથે સાથે સામાજિક ઉત્થાનમાં પણ કાર્યરત રહ્યા અને હવે રાજનીતિમાં આવ્યા છે

વર્ષો પૂર્વે સુરત સ્થાઈ થયેલ આહીર પરિવારની દીકરીએ શરૂઆત તો પત્રકારત્વથી કરી, સુરતમાં જ ઉચ્ચ અભ્યાસ કરી વીર નર્મદ યુનિવર્સીટીમાંથી પીજી ઇન ડીપ્લોમાં જર્નાલીઝમનો અભ્યાસ પૂર્ણ કર્યો, છેલ્લા બાર વર્ષથી સુરતમાં જ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા સાથે જોડાઈને મનીષાએ પત્રકાર તરીકે કારકિર્દી બનાવી છે. આ કારકિર્દી દરમિયાન સુરતમાં લગ્ન લગ્ન કર્યા અને હાલ તેઓ પાંચ વર્ષના પુત્રની માતા તરીકેની પણ જવાબદારી નિભાવી રહ્યા છે. જાહેરજીવન સાથે સંકળાયેલ મનીષાને આ વખતે ભાજપાએ સુરત મહાનગરપાલિકાના ઉમેદવાર બનાવ્યા છે. મનીષાએ પણ રાજનીતિના આ નવા આયામને સ્વીકારી પોતાના વિચારો રજુ કર્યા છે. સુરતના વોર્ડ નંબર 15 કરંજ-મગોબની ભાજપની આ મહિલા ઉમેદવારના મત મુજબ યુવાધનમાં પાર્ટીના વિશ્વાસને પૂરો કરવા એડીચોટીનું જોર લગાવીશ. લાગણી કર્તવ્ય સાથે હોવી જોઈએ, સત્તા સાથે નહિ, એમ જણાવી તેઓએ પાર્ટીની વિચારધારા પર ખરી ઊતરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

પત્રકારત્વની સાથે સામાજિકક્ષેત્રે પણ મનીષાએ અનેક કાર્યો કર્યા છે. આહીર સમાજના સમૂહલગ્નમાં પ્રવક્તાથી લઈ મીડિયા સેલ સુધીની તમામ જવાબદારી સુપેરે નિભાવવા માટે અનેક વખત સન્માન પણ મળ્યું છે. મેટ્રો સીટીના મતદારો હમેશા પ્રજાપ્રિય અને શિક્ષિત ઉમેદવારને પસંદ કરતા આવ્યા છે એમાય મનીષામાં આ બંને ગુણની સાથે યુવા ચહેરો પણ વિશેષ લાયકાત બની રહેશે.

manisha-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *