રાજકોટ
ગુજરાત માં દારૂબંધી હોવા છતા લોકો માં એનું ભાન ભૂલી ને દારૂ ની મેહફીલ માણવા બેસી જાય છે અને ગુનો આચરે ચેતેવો જ એક દાખલો રાજકોટમાં જાેવા મળ્યો છે, બાતમી ના આધારે દરોડો પડતા મેહફીલ પકડાઈ હતી, રાજકોટ શહેર માં આવેલા રૈયા રોડ પાસે જેએમસીનગરના ફલેટમાં દારૂની મહેફિલ માણી રહેલા વિધાર્થી–વેપારી સહિત પાંચ શખસોને પોલીસે મહેફિલમાં દરોડો પાડી દારૂની બોટલ સહિત રૂપિયા ૯૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ રાત્રિના પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એવી બાતમી મળી હતી કે, રૈયારોડ પર જનતા ડેરી સામેની શેરીમાં જેએમસીનગર વિંગ નંબર સી–૧ ફલેટ નંબર ૨૦૧૨ માં દારૂની મહેફિલ ચાલી રહી છે. પોલીસ આ બાતમીના આધારે ફ્લેટમાં પહોંચી હતી. પોલીસે દાની મહેફિલ માણી રહેલા ફલેટ માલિક સહિત પાંચ સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે,દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા આરોપીઓમાં લેટ માલિક હિરેન વિધાર્થી છે, ઋષિ ખાનગી નોકરી કરે છે, યારે જયદેવ,પ્રશાંત અને જયેશ વેપારી હોવાનું માલુમ પડયું છે. જ્યાં પોલીસે ફલેટનો દરવાજાે ખખડાવતા ફલેટ માલિક હિરેન પ્રવીણભાઈ પરમાર (ઉ.વ ૨૦) દરવાજાે ખોલવામાં આવ્યો હતો પોલીસે તેની પુછતાછ કરતા તે થોથરાતી જીભે બોલતો હોય તેણે નશો કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં પોલીસે લેટમાં અંદર જઈ તપાસ કરતાં ટેબલ પર દારૂની બોટલ અને ગ્લાસ જાેવા મળ્યા હતા. જેથી પોલીસે દારૂની મહેફિલ માણી રહેલા ફલેટમાલિક હિરેન પ્રવીણભાઈ પરમાર તેમજ તેના મિત્ર ઋષિ મનોજભાઈ દવે (ઉ.વ ૨૯ ), જયદેવ દીપકભાઈ પોબા(ઉ.વ ૩૦ ), પ્રશાંત મનસુખભાઈ ભટ્ટ(ઉ.વ ૩૮) અને જયેશ દિનકરભાઇ ધેળીયા(ઉ.વ ૪૮ )ની અટકાયત કરી હતી. પોલીસે અહીંથી દાની બોટલ,૬ ખુલ્લા ચવાણાના પેકેટો ૫ ગ્લાસ અને ૪ મોબાઇલ સહિત કુલ ૯૦,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


