રાજકોટ
રાજકોટના અરજદારને અરજી બાબતે કંઇ કરવું છે કે કેમ? તેમ ફરીથી પુછતાંતેણે કહેલ કે મારે કોઇ હ્લૈંઇ કે કાર્યવાહી કરવી નથી. મારા વકીલ ભુમિકાબેન મને અહિ લાવ્યા છે. એ પછી વકીલ ભુમિકાબેને કહેલું કે હું અરજદારની વકિલ છું, હ્લૈંઇ તો તમારે લેવી જ પડશે, કાયદો હું પણ જાણુ છું. તમે હ્લૈંઇ લેવાની ના પાડી શકો નહિ. જેથી પીઆઇ વી. જે. ચાવડાએ કહેલું કે અરજદાર અનિતાબેન પોતે ફરિયાદ કરવાની કે કાર્યવાહી કરવાની ના પાડે છે અને તમારી હાજરીમાં તેઓ આ વાત કરે છે તેમ કહી સમજાવતાં ભુમિકાબેને હ્લૈંઇ દાખલ કરવાની જીદ કરી હતી. જેથી તેને મેં ખુબ સમજાવ્યા હતા. પરંતુ એ પછી ભુમિકાબેન ખુબ ઉશ્કેરાઇ ગયેલ અને ખુરશી પરથી ઉભા થઇ પીઆઇ સામે આંગળી ચીંધી તુકારેથી વાત કરી ઉગ્ર અવાજે વાત કરવા માંડતાં દેકારો થયો હતો. વધુમાં ઁજીૈંએ જણાવ્યું હતું કે, એ પછી મહિલા કોન્સ. નાઝનીનબેન, પીએસઓ જનકસિંહ વાઘેલા આવી ગયા હતાં અને ભુમિકાબેનને સમજાવ્યા હતાં. એ પછી તેણે મારી સામે પણ ‘તું કોણ મને હ્લૈંઇની ના પાડવા વાડી’ તેમ કહેતાં મેં તેને ઓફિસની બહાર જવા કહેતાં તેણે ‘હ્લૈંઇ નહિ થાય ત્યાં સુધી હું કયાંય જવાની નથી’ તેમ કહી મારી સાથે ઝપાઝપી કરી હતી અને અરજદાર અનિતાબેને પણ તેમના વકીલનું ઉપરાણુ લઇ આપશબ્દો બોલવા મંડ્યા હતા. ભુમિકાબેને હાથ ઉગામતાં તેને પકડીને ઁજીૈંની ચેમ્બરમાંથી બહાર લાવી ફરજમાં રૂકાવટની કાર્યવાહી કરી હતી. આ બનાવ બાદ વકીલ ભુમિકાબેન પટેલ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. જ્યાં તેણે પોતાને આજીડેમ પોલીસમાં માર મારવામાં આવ્યાનો આક્ષેપ કરતાં તે મુજબની એન્ટ્રી હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધાવી હતી. ભુમિકાબેને જણાવ્યું હતું કે મારા અરજદાર પાસે કોરા કાગળમાં સહી લેવામાં આવી હોઇ તે બાબતે રજૂઆત કરવા જતાં મારકુટ કરવામાં આવી હતી. સાંજ પડી જવા છતાં મને બેસાડી રખાઇ હોઇ તે બાબતે રજૂઆત થતાં મારકુટ થઇ હતીરાજકોટના આજીડેમ પોલીસ મથકમાં મહિલા અરજદારે પોતે કરેલી અરજીમાં કોઇ કાર્યવાહી કરી હ્લૈંઇ દાખલ કરવી નથી તેવું જણાવી તપાસનીશ મહિલા પીએસઆઇ એમ. ડી. વાળા સમક્ષ નિવેદન લખાવતાં થોડીવાર પછી એ અરજદારને સાથે લઇને આવેલા મહિલા એડવોકેટ ભુમિકાબેને ‘અરજદાર ભલે ના પાડે હ્લૈંઇ તો લેવી જ પડશે, જ્યાં સુધી હ્લૈંઇ દાખલ નહિ થાય ત્યાં સુધી હું બહાર નહિ નીકળું’ કહી તેણે અને સાથેના અરજદારે પીએસઆઇ વાળા સાથે ફરજમાં રૂકાવટ કરી અપશબ્દો આપી ઝપાઝપી કરતાં બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ મહિલા એડવોકેટ પોતાને મારકુટ થયાની ફરિયાદ સાથે સિવિલમાં દાખલ થયા છે. આ બનાવમાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ એમ. ડી. વાળાએ ફરિયાદી બની દોશી હોસ્પિટલ પાસે જે. ડી. પાઠક પ્લોટ ગુરૂપ્રસાદ ચોક પાસે રહેતાં એડવોકેટ ભુમિકાબેન પરેશભાઇ પટેલ અને તેની સાથેના કોઠારીયા ગામના અનિતાબેન બટુકભાઇ દાસોટીયા સામે આઇપીસી ૧૮૬, ૫૦૪, ૧૧૪ મુજબ ફરજમાં રૂકાવટ કરી ગાળાગાળી અને ઝપાઝપી કરવાનો ગુનો નોંધ્યો છે. ઁજીૈં એમ. ડી.વાળાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, રવિવારે ૩/૧૦ના બપોરે ૨ કલાકે હું આજીડેમ પોલીસ સ્ટેશનમાં મારી ફરજ પર હતી. એ સમય દરમિયાન અરજદાર અનિતાબેન બટુકભાઇ દાસોટીયાએ પોતે કરેલી અરજી મામલે મને મળવા આવ્યા હતા. તેણીએ પોતે કરેલી અરજીની આગળ કોઇ પોલીસ કાર્યવાહી કરવી ન હોઇ મને અરજી ફાઇલ કરવા કહ્યું હતું. જેથી મેં તેણીએ લખાવ્યા મુજબનું નિવેદન લખી લીધું હતું. એ પછી ૨.૩૦ કલાકે ફરી અરજદાર અનિતાબેન તેમની સાથે વકિલ ભુમિકાબેન પટેલને લઇને આવ્યા હતાં. તે પીઆઇ વી. જે. ચાવડાની ઓફિસમાં તેમને અરજી બાબતે મળવા ગયા હતાં. જેથી પીઆઇએ મને બોલાવતાં હું આશરે ૪.૪૦ વાગ્યે ઓફિસમાં ગયો હતો. વધુમાં ઁજીૈંએ જણાવ્યું હતું કે, તે વખતે વકિલ ભુમિકાબેને એફઆઇઆર બાબતે પીઆઇને રજૂઆત કરી હતી. જેથી મેં કહેલું કે થોડીવાર પહેલા જ અરજદાર અનિતાબેન મારી પાસે આવી આ અરજીમાં કોઇ કાર્યવાહી કરવી નથી તેવું કહી અરજી ફાઇલ કરવા નિવેદન લખાવી ગયા છે તેવું કહેતાં વકીલ ભુમિકાબેને કહેલું કે અરજદાર અનિતાબેનને ભલે અરજી બાબતે ફરિયાદ ન કરવી હોય પણ મારે આ અરજીમાં હ્લૈંઇ જ કરવી છે. તેમ કહ્યું હતુ.
