Gujarat

રાજકોટમાં કેદીએ કાચ ખાઈ આત્મહત્યાની કોશિશ કરી

રાજકોટ
રાજકોટ મધ્યસ્થ જેલમાં વધુ એક વખત કાચા કામના કેદીએ કાચ ખાઇ આત્મહત્યા ની કોશિશ કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ગૌરવ પ્રવિણભાઇ ખીમસુરીયા ચોરીના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે કાચા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો છે. ગઇકાલે રાત્રીના સાડા અગિયાર વાગ્યા આસપાસ તેણે પોતાની જાતે કાચ ખાઇ લેતાની જાણ થતા તાત્કાલિક અસરથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. કેદીને સારવાર અર્થે લાવતા સાથે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા પ્રદ્યુમન નગર પોલીસને જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસે હોસ્પિટલ ખાતે પહોંચી કાર્યવાહી હાથ ધરી કાચ ખાવા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેતા કેદીઓ કાચ ખાઇ લેતા હોવાની ઘટના વારંવાર સામે આવી રહી છેરાજકોટ મધ્યસ્થ જેલમાં વધુ એક કેદીએ કાચ ખાઇ આત્મહત્યાની કોશિશ કરી છે. રાજકોટ જેલમાં સજા કાપતા કાચા કામના કેદીએ કાચ ખાઈ લેતાની જાણ થતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Rajkot-Central-Jail.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *