Gujarat

રાજકોટમાં માસ્ક પહેર્યા વગર શિક્ષક ભણાવતા હોબાળો

રાજકોટ
રાજકોટના પાટીદાર ચોક ખાતે આવેલ વિદ્યાનિકેતન સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને વિદ્યાનિકેતન સ્કૂલમાં સબ સલામતનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ આ ચેકિંગના દૃશ્યોમાં પણ સ્પષ્ટ જાેઈ શકાય છે કે ચેકિંગ ટીમ સાથે રહેલા સ્કૂલના શિક્ષિકા ખુદ માસ્ક પહેર્યા વગર બેઠા હોવાનું જાેવામાં આવી રહ્યું છે.રાજકોટ શહેરની સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રી થયા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી જાગૃત થયા છે અને સ્કૂલોમાં ચેકિંગ માટે ટીમો બનાવી છે. પરંતુ બીજી બાજુ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં ક્લાસરૂમમાં વિદ્યાર્થીને અભ્યાસ કરાવતા શિક્ષક ખુદ માસ્ક પહેર્યા વગર જાેવા મળી રહ્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓ પણ માસ્ક પહેરેલું ન હોવાનું જાેવા મળી રહ્યું છે. ત્યારે શું ચેકિંગના નામે માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે તે પણ સવાલ આ વાઇરલ વીડિયો પરથી લોકોમાં ઉઠ્‌યો છે. જાેકે આ અંગે સ્કૂલ સંચાલકે પણ ભૂલ સ્વીકારી કહ્યું હતું કે શિક્ષકની ભૂલ છે. ઇન્દ્રપ્રસ્થ વિસ્તારમાં આવેલી મોદી સ્કૂલનો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં ક્લાસરૂમમાં અભ્યાસ ચાલી રહ્યો છે એ દરમિયાન અભ્યાસ કરાવતા વર્ગખંડમાં શિક્ષક માસ્ક પહેર્યા વગર જાેવા મળી રહ્યા છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ પણ માસ્ક પહેર્યા વગર જાેવા મળી રહ્યા છે. રાજ્ય સરકારની ગાઇડલાઇનમાં માસ્ક, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. પરંતુ આ નિયમોનું પાલન કરવામાં ન આવતા હોવાનું વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ જાેવા મળી રહ્યું છે. આ અંગે મોદી સ્કૂલના સંચાલકે જણાવ્યું હતું કે, આ વીડિયો હાલનો નથી. થોડા દિવસ પહેલાનો જૂનો વીડિયો છે. ઇકોનોમિક્સ વિષયના શિક્ષક હિરેન વ્યાસ વર્ગખંડમાં હાજર છે અને તેમની પણ ભૂલ છે. હાલના સમયમાં નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. તમામ કોવિડ ગાઇડલાઇનનું પાલન હાલમાં કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે શરૂઆતથી જ સ્કૂલમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવું ફરજીયાત છે તો સ્કૂલમાં શિક્ષકની ભૂલ સામે કોઈ કાર્યવાહી શા માટે નહીં?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *