Gujarat

રાજકોટમાં ૨ દિવસમાં ૧૪ કેસ આવતા તંત્ર દોડતું

રાજકોટ
રાજકોટ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ માથુ ઉંચક્યું છે. છેલ્લા કેટલાક દિવસથી રોજ એક કેસ નોંધાઇ રહ્યો છે. ગઇકાલે રાજકોટના ત્રંબા ગામમાં ૨૩ વર્ષનો યુવાન કોરોનાથી સંક્રિમત થયો છે. આથી એક્ટિવ કેસની સંખ્યા ૭ થઇ છે. જેમાં ૨ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો ૫ દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે. ગ્રામ્યમાં કુલ કેસની સંખ્યા ૧૪૯૪૪ પર પહોંચી છે. રાજકોટ શહેરમાં એકસાથે ૫ પોઝિટિવ આવ્યા બાદ સતત બીજા દિવસે વધુ ૭ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી ૫ તો એક જ પરિવારના છે. શહેરની પંચવટી મેઈન રોડ પર રહેતા પરિવારના ૫ સભ્ય જેમાં ૧૫ વર્ષની બે તરુણી, ૭૪ વર્ષના વૃદ્ધ અને ૪૩ વર્ષના બે પુરુષનો સમાવેશ થાય છે. આ તમામની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જાેકે બે દિવસ પહેલા તેમના જ પરિવારના એક સભ્ય કોરોના પોઝિટિવ આવ્યા હતા અને ત્યારબાદ આ તમામના સેમ્પલ લેવામાં આવતા પોઝિટિવ આવ્યા છે. હાલ બધાનું કોન્ટેક્ટ ટ્રેસિંગ ચાલી રહ્યું છે અને દરેકમાં ૬૦થી વધુ લો રિસ્ક કોન્ટેક્ટ મળતા તંત્ર ઊંધા માથે થયું છે. બીજા બે કેસમાં શાંતિનિકતન સોસાયટીમાં રહેતી ૩૨ વર્ષની યુવતી તેમજ સાધુવાસવાણી રોડ પર રહેતા ૬૫ વર્ષના વૃદ્ધ પોઝિટિવ આવ્યા છે. યુવતીની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની નીકળી છે જ્યારે વૃદ્ધની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નીકળી નથીરાજકોટમાં છેલ્લા બે દિવસથી ૭-૭ કેસ નોંધાયા છે. રોજ કેસની સંખ્યામાં વધારો થતો જતો હોવાથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. આથી શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૩૨ પર પહોંચી છે. બે દિવસમાં જ ૧૪ કેસ નોંધાયા છે. તેમજ ગઇકાલે ૩ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. કુલ કેસની સંખ્યા ૪૨૯૧૭ પર પહોંચી છે. બીજી તરફ ઓમિક્રોનનો ભય પણ સતાવી રહ્યો છે.

Rajkot-Municipal-Corporation-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *