રાજકોટ શહેર આજીડેમ નજીક આવેલા મેલડી માતાજીના મંદિર પાસે કેટલાક માલધારીઓની વાળી આવેલી છે. અને અહીં વંડા બાંધી ત્યાં પશુઓને રાખવામાં આવે છે. કાળુભાઈ બીજલભાઈ મુંધવાના વંડામાંથી ગત મધરાતે એક ગાયનું મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ કરાતા તાબડતોબ ફોરેસ્ટના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
રાજકોટના રહેણાંક વિસ્તાર એવા રાધાકૃષ્ણ સોસાયટીથી માત્ર અડધો કિલોમીટર જ દૂર છે. આવામાં કહી શકાય કે સિંહ હવે રાજકોટ શહેર સુધી ઘૂસી ગયા છે. તેને ગત અઠવાડિયે રાજકોટના પાદરમાં દિપડો પણ દેખાયાંના અહેવાલ વહેતા થયા હતા. જેને પકડવા માટે પાંજરૂ મૂકવામાં આવ્યું હતું. હવે શહેરની ભાગોળે ગત મધરાતે ત્રણ સિંહોએ ગાયનું મારણ કરતા માલધારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
