Gujarat

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં દેશી અને વિલાયતી શરાબના બુટલેગરોમાંથી પોલીસની ભડક દૂર થઈ ગઈ છે. એટલા માટે દારૂના બુટલેગરો બેલગામ બન્યા છે.

જેતપુરમાં દારૂના બુટલેગરોના ઢીંચણીયે પડી જતી પોલીસ !!

પેટા
મહિને હજારો રૂપિયાના પોલીસને હપ્તા પહોંચાડતા બુટલેગરો

પેટા
જેતપુરમાં જોઈએ તેટલો દેશી, અંગ્રેકી દારૂ છૂટથી મળે છે, બોલો લ્યો ?

પેટા
રાજકોટ જિલ્લા પોલીસ વડાની ચુપકીદી સર્જે છે ભેદભરમ ?

પેટા
હવેતો ગાંધીનગરની વિજિલન્સ પોલીસ જ જેતપુરની દારૂની બદી હળવી કરી શકે તેવો પ્રજા મત

જેતપુર, તા. 30 (હરેશ ભાલીયા દ્વારા)

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં દેશી અને વિલાયતી શરાબના બુટલેગરોમાંથી પોલીસની ભડક દૂર થઈ ગઈ છે. એટલા માટે દારૂના બુટલેગરો બેલગામ બન્યા છે.

ટોપ ટૂ બોટમ પોલીસને હપતા પહોંચાડીને દારૂના બુટલેગર ઓ રોજ બ રોજ હજારો લિટર દેશી દારૂ બનાવી રહ્યા છે તેમજ લાખો રૂપિયાના વિદેશી દારુની હેરફેર અને વેચાણ કરી રહ્યા છે. જેતપુરના શહેરીજનો માટે એક કમનસીબ એ વાત સાબિત થઈ રહી છે કે અમદાવાદમાં એક વખત સસ્પેન્ડ થયેલા પોલીસ ઇન્સ્પેક્ટર દરજી અત્યારે જેતપુર સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે.

પોતાના પોલીસ સ્ટેશનમાં આવનાર મોટાભાગના ફરિયાદીઓને માત્ર અરજીઓ લઈને ભગાડી દેતા આ મહાશય પી.આઈ જ્યારથી જેતપુરમાં હાજર થયા છે ત્યારથી દારૂના બુટલેગરોમાં રાજીપો છવાયો છે.

પીઆઇ દરજીના ડર વગર દારૂના બુટલેગરો ધારે ત્યાં દારૂ બનાવી રહ્યા છે અને ઈચ્છે ત્યાં અંગ્રેજી દારૂની મોટાભાગે હેરફેર કરી રહ્યા છે. હજુ ગઈકાલે જ રાજકોટ રૂરલ એલસીબીએ જેતપુરની પોલીસને નીચાજોણું થાય તે રીતે જેતપુર નજીકથી જ વિદેશી દારૂ ભરેલી એક બોલેરો કારની ઝડપી લીધી હતી. પરંતુ આ વાતની જેતપુર પોલીસને જરા પણ અસર ન હોય તેવું દેખાય છે.

જેતપુરમાં ગુંડાગીરી અને દારૂના બુટલેગરોના તાંડવ નાચે પોલીસ રીતસરની વામણી સાબિત થતાં હોવાના પ્રજામાં આક્ષેપો થઈ રહ્યા છે. પ્રજા એવું પણ કહે છે કે જેતપુરના મોટાભાગના દારૂના બુટલેગરોએ પોલીસને પોતાના ખિસ્સામાં પૂરી દીધી છે. એટલા માટે પોલીસ કોઇપણ પ્રકારના દરોડા પાડી શકતી નથી. જાણકારો એવું પણ કહે છે કે એક બાજુ સરકારના ટુંકા પગારમાં પોલીસને કામ કરવું પડે છે. આટલા પૈસાથી પોતાના ઘરનું ભરણપોષણ પૂરું ન થતું હોય પોલીસને નાછૂટકે હપ્તાખોરીમાં સામેલ થવું પડે છે.

જેતપુર શહેર પોલીસની આવી નીતિથી સરવાળે શહેરનું યુવાધન દારૂના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે. અનેક પ્યાસીઓના કુટુંબો સાફ થઈ ગયા છે.અનેક દારૂડિયા યુવાનો મોતને ભેટયા છે. તેમજ અનેક શરાબીઓ દારૂની લતે ચડીને આર્થિક રીતે ભાંગી રહ્યા છે. છતાં જેતપુરની પોલીસના પેટનું પાણી હાલતું નથી તેનાથી વધુ કમનસીબી જેતપુર વાસીઓ માટે કઈ હોઈ શકે તેવો જાગૃત લોકોમાં પ્રશ્ન ઉઠયો છે.

જેતપુર શહેર ને ગુંડાગીરી તેમજ દારૂના વેપલા માટે બોડી-બામણીનું ખેતર બનાવી દેનાર જેતપુર પોલીસની ખોરી નીતિ તેમજ માત્ર ને માત્ર તોડ-પાણી ને જલસા કરવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. સૌપ્રથમ તો અહી ફરિયાદ કરવા આવનાર વ્યક્તિને સમજાવીને માત્ર અરજી લઈને કાઢી મૂકવામાં આવે છે. તો અમુક સમયે ગંભીર ગુનાની ફરિયાદ લેવામાં પણ પોલીસ તંત્ર ભારોભાર આળસ દાખવે છે, પરિણામે ગુનો આચરનાર આરોપીઓ ફાટીને ધુમાડે ગયા છે. આ વાંતથી શહેરની શાંતિપ્રિય પ્રજા મૂંગા મોએ ભારોભાર નારાજગી વ્યક્ત કરી રહી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જેતપુર નવાગઢ નગર પાલિકાના કોંગ્રેસના સભ્ય શારદાબેન વેગડાએ શહેર પોલીસ સ્ટેશને દોડી જઇને એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ અરજી આપીને ગુનો નોંધવાની પીઆઇ દરજી સમક્ષ માંગ કરી હતી. પરંતુ આ પોલીસ અધિકારીએ સુધરાઇ સભ્ય શારદાબેન વેગડાની ફરિયાદને પણ ધ્યાને ન લઈને પોતાનું ધાર્યું કરતા આરોપીઓને પ્રોત્સાહન મળ્યું છે.

બોક્સ : ન્યાય માટે વીડિયો વાયરલ કરનાર યુવાનને મદદ કારવાનને બદલે ધોકાવાયો

જેતપુર: જેતપુર પોલીસની બેધારી નીતિ બાબતે તાજેતરમાં જ પ્રકાશમાં આવેલા એક બનાવ બાબતે જોઈએ તો જેતપુરના દેરડી રોડ પર રહેતા જીગ્નેશભાઈ રાદડીયા નામના યુવાને પોતાના પુત્રનો બાજુના કારખાનાના માલિકો અને મજૂરો હુમલો કરી હાથ ભાંગી નાખતા આ વાતમાં પોલીસમાં ગુનો નોંધવા માટે ન્યાય મેળવવાના ભાગરૂપે એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો. ત્યારે આવા સમયે જેતપુર પોલીસે તેમને મદદ કરવાના બદલે આ યુવાનને ઉઠાવીને ઢોર માર માર્યો હોવાની ઇજાગ્રસ્ત યુવાનની પત્નીએ આક્ષેપો કર્યા છે. જેતપુર શહેરમાં પોલીસ જેવું કોઈ તંત્ર છે જ નહીં તેટલી હદે ગુંડાગીરી વકરી છે. ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીના જેતપુર પોલીસ વિરોધના વહેતા થતાં અખબારી અહેવાલો બાબતે કેમ ચૂપ છે ? તેઓ જાગૃત લોકોમાં પ્રશ્ન ઉઠયો છે.

બોક્સ : સરદારબાગ બન્યો દારૂડિયાનો અડ્ડો ??

જેતપુર : શહેરની મધ્યમાં જ મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ સરદારબાગ હાલના દિવસોમાં લુચ્ચા લફંગા દારૂડિયા આવા તત્વોનો અડ્ડો બની ગયો છે અહીં આખો દિવસ દારૂડિયાઓ પડ્યા પાથર્યા રહે છે પરિણામે બગીચાનો આનંદ માણવા ઈચ્છતા લોકો આ બગીચા થી દુર ભાગી રહ્યા છે શહેરના સિનિયર સિટીજન્સ પોતાના બાળકોને લઈને આ બગીચામાં ફરવા આવે ત્યારે દારૂડી આવો અણછાજતી હરકત કરતા હોય ઘણી વખત સિનિયર સિટીજન્સને ક્ષોભજનક હાલતમાં મુકાવું પડે છે. આવારા તત્વોની આવી ગંદી હરકતો કુમળા વયના બાળકો ઉપર કોઈ ગંભીર અસર પહોંચાડે દેવ આપના ડરથી હવે શહેરીજનો પોતાના બાળકોને લઈને આ સરદાર બાગ માં આવતા ભારોભાર ખચકાટ અનુભવે છે. વાત અહીં પૂરી થતી નથી પરંતુ પોલીસની ભૂંડી ભૂમિકા ભજવતી એ વાત પણ જોવા મળી કે સરદાર બાગમાં ઠેરઠેર દેશી દારૂની કોથળીઓ જોવા મળે છે આ બધું પોલીસ જાણતી હોવા છતાં કોઈ પગલાં લેતી ન હોવાથી દેશીદારૂના અભ્યાસીઓ ને પ્રોત્સાહન મળતું હોવાનું જાણકાર લોકોનું કહેવું છે.

બોક્સ: પોલીસને હપતા આપતો હોવાનો દારૂ બનાવનારનો વિડીયો વાયરલ

જેતપુર : જેતપુર શહેર પોલીસની રહી સહી આબરૂના ધજાગરા કરતો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયામાં એવું જોવા મળ્યું હતું કે જેતપુરની ભાદર નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો શખસ પોતાની દેશી દારૂની ભઠ્ઠી ચાલવા પાછળ પોલીસ તરફ આંગળી ચીંધી હતી. તેમણે વીડિયોમાં ખુલ્લેઆમ કહ્યું હતું કે તે દારૂ બનાવવા માટે પોલીસને હજારો રૂપિયાનો મહિને હપ્તો આપે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે જેતપુરના મોટાભાગના દારૂના બુટલેગરો સાથે જેતપુર શહેર પોલીસની રીતસરની મીલીભગત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

બોક્સ : પોલીસ પોતાની દિવાળી સુધારશે કે બુટલેગરોની દિવાળી બગાડશે ?

જેતપુર : જેતપુર શહેર અને પંથકમાં ખુલ્લેઆમ વેચાતા અને પીવાતા દારૂ બાબતે જાણકારો એક એવું તારણ કાઢે છે કે દારૂના બુટલેગરો સાથે જેતપુર શહેર પોલીસ ની રીત સીંગની સાઠગાંઠ સાબિત થાય છે અન્યથા આટલી હદે દારૂ વેચાતો હોય કે પીવા તો ન હોય.
ત્યારે જાણકાર લોકો એવું કહે છે કે હવે જેતપુર શહેરમાં દારૂના ભઠ્ઠાઓ બંધ કરાવવા તેમજ દારૂની બદી હલ કરાવવા માટે રાજકોટ જિલ્લા પોલીસ વડા અથવા તો ગાંધીનગરની કોઈ ઉચ્ચ પોલીસ ટુકડીઓએ જેતપુરમાં ત્રાટકવાની જરૂર છે અન્યથા જેતપુર શહેર અને પંથકના અનેક યુવાનો દારૂની બદી ના દરિયામાં ગરક થઈને આર્થિક રીતે પાયમાલ થઈ જશે જાણકાર લોકો એવો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે દિવાળીને હજુ ચાર પાંચ દિવસની વાર છે ત્યારે જેતપુર પોલીસ પોતાની દિવાળી સુધારશે કે બુટલેગરોની દિવાળી બગાડશે તે સમય જ બતાવશે.

કઈ રીતે કેવી રીતે થાય છે દારૂની સપ્લાય જે તમામ વિગતો અમે બતાવતા રેશુ વાંચતા રહો જનતા કી જાણકારી ??

રીપોર્ટર.  હરેશ ભાલીયા

IMG-20211030-WA0013-2.jpg IMG-20211030-WA0016-1.jpg IMG-20211030-WA0015-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *