Gujarat

રાજકોટ : વડાળી ગામે વાડીમાં વાછરડીનો શિકાર કરવા 3 સિંહોએ હુમલો કર્યો

રાજકોટ શહેર આજે સવારે ફરી ૩ સિંહોએ વડાળી ગામે ધામા નાખ્યા હતા. વહેલી સવારે ૪ વાગ્યે વડાળી ગામે રહેતા અને ખેતીકામ કરતા ગોરધનભાઈ શામજીભાઇ બારૈયા નામના ખેડૂત પોતાની વાડીએ સુતા હતા. વાડીમાં બાંધેલી એક લાખની કિંમતની કૃષ્ણકપીલા વાછરડીને ગરદનના ભાગે ત્રણેય સિંહોએ પકડી હતી. શિકાર થાય તે પૂર્વે વાછરડીએ ભામ્ભરણા નાખતા ગોરધનભાઈ અને આજુબાજુના વાડીમાં સુતેલા ખેડૂતો પણ જાગી ગયા હતા. અને દેકારો કરી પડકાર ફેંકતા ત્રણેય સિંહોએ વાછરડીને ગંભીર રીતે ઘાયલ કરી પડતી મૂકી દીધી હતી. વીડીમાં ભાગી ગયા હતા.

હાલ આ વાછરડી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ફરી વડાળી પંથકમાં સિંહોએ પડાવ નાખતા ખેડૂતો ફરી ચિંતાતુર બની ગયા છે. ઘટનાને પગલે વનવિભાગના અધિકારીઓ પણ દોડી ગયા હતા. ૨ મહિનાથી સિંહોએ રાજકોટ જીલ્લા અને તાલુકામાં ધામા નાખ્યા હોય. અને પશુધનનું મારણ કરતા હોવાથી ખેડૂતો અને માલધારીઓને નુકશાન વેઠવું પડી રહ્યું છે. જેથી રાજકોટ વનવિભાગ દ્વારા આ સિંહોને ફરી ગીર તરફ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *