રાજકોટ શહેર તા.૧૫/૧/૨૦૨૧ ના રોજ રાજ્ય સરકારના મહેસુલ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે. રાજકોટની ૨૮ સોસાયટીમાં હવે મિલકત વેચાણ માટે મંજૂરી જરૂરી બનાવી છે. જેમાં રાજકોટ શહેરના છોટુનગર, નિરંજન સોસાયટી, નહેરૂનગર, સિંચાઈનગર સોસાયટી, ઇન્કમટેક્સ સોસાયટી, અવંતિકા પાર્ક, રેસકોર્ષ પાર્ક સહિતની ૨૮ સોસાયટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્થાવર મિલકતનું હસ્તાંતરણ રાજકોટ જીલ્લા કલેકટરની મંજૂરી વગરનું હશે તો રદબાતલ ગણાશે. આ અશાંતધારો ૧૩ જાન્યુઆરી ૨૦૨૧થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ સુધી લાગુ રહેશે. આ સોસાયટીઓમાં હવે પછી થી સ્થાવર મિલકતોનું હસ્તાંરણ માટે જીલ્લા કલેકટરની મંજૂરી જરૂરી બની રહેશે. રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી પહેલા અશાંતધારો લાગુ કરાતા ચર્ચાનો વિષય બન્યો છે. શાંત રાજકોટમાં પહેલી વખત અશાંતધારો લાગુ કરવાની નોબત આવી તેને લઈને અલગ અલગ ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટની અનેક સોસાયટીઓમાં હજુ અંદરખાને કોમી વિખવાદ જોવા મળી રહ્યા છે. હજુ પણ લોકો ૧૮મી સદીની વિચારધારાથી જોડાયેલા છે. જેથી મહેસૂલ વિભાગ દ્વારા અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં કોઈ વર્ગ વિગ્રહ ન થાય કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરકારે આગોતરું પગલું લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે વિસ્તારમાં અશાંતધારો લાગું કરાવમાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે, અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જીલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે. અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે. અશાંતધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંતધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે એવી સત્તા અપાવામાં આવે છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.*
