જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મુખ્ય રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર બે ના ભાજપના ચારેય ઉમેદવારો જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન જગતભાઈ રાવલ અને કૃપાબેન રબારી ને મત આપવા માટે ખુદ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા લોક સંપર્ક કર્યો હતો.રાંદલ નગર પુનિત નગર મચ્છર નગર વગેરે વિસ્તારોમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ડોર ટુ ડોર લોકોનો સંપર્ક કરી અને વોર્ડ નંબર 2ની ભાજપની પેનલના ચારેચાર ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે અપીલ કરતા નજરે પડ્યા હતા આ પ્રસંગે વિસ્તારના ભાજપના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકી અવાજે વોર્ડ નંબર 4 ના ચાર ઉમેદવારોને બહોળી લીડ થી વિજેતા બનાવવા માટે સંકલ્પ કર્યો હતો.
