અમદાવાદ
કોરોનાને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી, જે હવે યોજાય છે. ત્યારે હવે કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. જેને લઈને પરીક્ષા કેન્દ્ર પર કોરોના ગાઈડલાઈનનું કડક પાલન કરવામાં આવશે. કેન્દ્રો પર પણ માસ્ક અને સેનિટાઇઝર ફરજિયાત રાખવામાં આવ્યું છે. ઉપરાંત ગેરરીતિ ના થાય તે માટે કેન્દ્ર પર સીસીટીવી કેમેરા અને પરીક્ષા સ્ક્વોડ દ્વારા નિરીક્ષણ કરવામાં આવર્શ કોરોનાને કારણે સરકારી નોકરીની ભરતીમાં પણ વિલંબ થયો હતો. જે હવે કોરોનાના કેસ ઘટતા ફરીથી શરૂ કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આજે પરીક્ષા યોજાશે. હેડ ક્લાર્ક માટે આજે પરીક્ષા યોજશે, જેમાં ૨,૪૧,૪૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે. અમદાવાદ સહિત રાજ્યના ૬ જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યા છે, જ્યાં ઉમેદવારો પરીક્ષા આપશે. અગાઉ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવેલી સરકારી ભરતી માટેની પરીક્ષા હવે શરૂ થઈ છે. ત્યારે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્ક માટેની પરીક્ષા યોજાશે. કુલ ૧૮૬ જગ્યાએ માટે પરીક્ષા યોજવવાની છે જેમાં ૨,૪૧,૪૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. ગુજરાતના તમામ ઉમદેવરો ૬ જિલ્લાના ૭૮૨ કેન્દ્રો પર પરીક્ષા આપશે. બપોરે ૧૨ વાગ્યાથી ૨ વાગ્યા સુધી પરીક્ષા યોજાશે.
