Gujarat

રાજસીતાપુર ગામે વીજ ચેકીંગ કરતા PGVCL કમઁચારી સાથે રકજક અને ઝપાઝપી.

(PGVCLના કમઁચારી સાથે ફરજ પર ગેરવતઁન કરતા તાલુકા પોલીસ દ્વારા ફરીયાદ હાથ ધરાઇ)
               ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે વીજ ચેકીંગમા ગયેલા ધ્રાંગધ્રા PGVCLના સ્ટાફ સાથે ગેરવતઁન કરી ફરજમાં રુકાવટ કરવાનો બનાવ સામે આવ્યો છે જેમા PGVCLના જુની.એન્જી જાખણીયા તથા સોનગ્રા સહિતના અધિકારીઓ પોતાના કમઁચારી સહિત સવારના સમયે રાજસીતાપુર ગામ ખાતે વિજ ચેકીંગ બાબતે કાયઁવાહી કરવા ગયા હતા. તેવા સમયે ગામના જ કકુભાઇ રબારી તથા તેઓની સાથે અન્ય ત્રણથી ચાર જેટલા અજાણ્યા ઇશમો દ્વારા PGVCL કમઁચારી સાથે ગેરવતઁન કરવામા આવ્યુ હતુ આ સાથે અધિકારીઓ તથા કમઁચારીને વિજ ચેકીંગની કામગીરી માટે રોકવામાં આવ્યા હતા. જેથી PGVCLના કમઁચારી તથા સ્ટાફ ત્યાથી પાછા ફરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોચ્યા હતા જ્યા ચેકીંગની કામગીરીમાં અવરોધ ઉભો કરવા હેતુ ગેરવતઁન કરતા કકુભાઇ રબારી તથા અન્ય અછાણ્યા ચાર ઇશમો વિરુધ્ધ ફરીયાદ કરવા લેખીત અરજી આપી હતી જે મામલે સ્થાનિક તાલુકા પોલીસ દ્વારા ફરીયાદ હાથ ધરી તમામ પાંચેય શખ્સો પર PGVCLના અધિકારીઓની કામગીરીમાં અવરોધ ઉભો કરી ફરજમાં રુકાવટની ફરીયાદ દાખલ કરી વધુ કાયઁવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ : હિતેશ રાજપરા

Screenshot_20211022_184250.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *