Gujarat

રાજુલાના પીપાવાવ શિપયાર્ડમાં બંધ ઓક્સિજન પ્લાન્ટ તાકીદે શરૂ કરો જિલ્લાના પૂર્વ સાંસદ અને લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને મુખ્યમંત્રી ને પત્ર પાઠવી માંગ કરી

રાજુલાના પીપાવાવ શિપયાર્ડમાં બંધ ઓક્સિજન પ્લાન્ટ તાકીદે શરૂ કરો
જિલ્લાના પૂર્વ સાંસદ અને લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને મુખ્યમંત્રી ને પત્ર પાઠવી માંગ કરી

અમરેલીના પૂર્વ સાંસદ અને લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર પાઠવી રાજુલના પીપાવાવ શિપયાર્ડમાં બંધ પડેલ ઓક્સિજન પ્લાન્ટ તાત્કાલિક અસરથી શરૂ કરવા પત્ર પાઠવી પ્રબળ માંગ કરેલ છે
તેઓએ પત્રમાં જણાવ્યું છે કે સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોનાની ભયંકર પરિસ્થિતિ છે તે આપણે સૌ જાણીએ છીએ અને ઓક્સિજનની પણ ભારે અછત સર્જાય રહી છે લોકો ઓક્સિજન વગર મોતના મુખમાં ધકેલાય રહ્યા છે તે પણ એક વરવી વાસ્તવિકતા છે
ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ શિપયાર્ડમાં બંધ પડેલ ઓક્સિજન પ્લાન્ટ કેમ શરૂ કરવામાં આવતો નથી ત્યારે તાકીદે અહીં ઓક્સિજનનો પ્લાન્ટ શરૂ કરી લોકોને ઓક્સિજનની અછતમાથી બહાર લાવવા જોઈએ
તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં કપરી પરિસ્થિતિમાં ઘણીબધી સામાજિક સંસ્થાઓ ઓક્સિજનની બોટલ આપવામાં તેમજ રિફિલિગ કરવામાં આગળ આવી છે જેનાથી ઘણી રાહત છે નહિતર ઓક્સિજનના વાંકે મૃત્યુ આંક હજુ ઊંચો ગયો હોત
ત્યારે અહીં પીપાવાવ શિપયાર્ડમાં વર્ષો પહેલાં ઓક્સિજનનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો અને થોડા વર્ષો કાર્યરત બાદ છેલ્લા દસ બાર વરસ થી બંધ હાલતમાં છે હાલ આપણે અન્ય દેશમાંથી મોંઘા ભાવે ઓક્સિજન આયાત કરી રહ્યા છીએ બિરલા જેવી કમ્પનીઓ ૧૫ દિવસમાં પ્લાન્ટ શરૂ કરી શકતી હોય ત્યારે અહીં પીવવાવમાં ઓક્સિજનનો પ્લાન્ટ તાકીદે શરૂ કેમ નો કરી શકીએ તેમ અંતમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતુ

IMG-20210428-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *