દર વર્ષની જેમ ચાલુ વર્ષે આગામી દિવાળીના તહેવાર દરમ્યાન રાજુલા સબ ડીવીઝનમાં એટલેકે રાજુલા અને જાફરાબાદ તાલુકામાં હંગામી/ટેમ્પરરી દારૂખાનું ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેમને સુરક્ષિત મકાનમાં રક્ષિત ધંધાર્થી ૫૦ (પચાસ) મીટર દૂર સળ ગી ન ઉઠે તેવા સિમેન્ટના પતરા, ગેલ્વેનાઈઝનાં પતરાનાં ત્રણ બાજુથી બંધ હોય તેવા કામચલાઉ શેડ નકકી કરવામાં આવે તે જગ્યા પર ઉભા કરી તેમાં દારૂખાનું રાખવા તથા વેચાણ કરવા માટે ફોર્મ નં.એ.ઈ.૦૫ મા અરજી કરી નમુના એલ.ઈ.૦૫ માંલાયસન્સ મેળવવું ફરજીયાત છે. આ લાયસન્સ મેળવવા માંગતા હોય તેમણે ફોર્મ નં.એ.ઈ.૦૫માં નિયત નમુનામાં સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ રાજુલાને તા.૧૬–૧૦–૨૦૨૧ સુધીમાં જરૂરી આધારો સાથે ત્રણ નકલમાં અરજી કરવાની રહેશે.
અરજી ફોર્મ નં. એ.ઈ.૦૫ માં ઠરેલ નમુનામાં જ કરવાની રહેશે તેમજ સંપૂર્ણ વિગતો સુવાચ્ય અને સચોટ ભરી, અરજી ઉપર અરજદારએ તાજુતરનો એક પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ અચુક લગાવવાનો રહેશે. અરજી ઉપર રૂા.૦૩–૦૦ ની કોર્ટ ફી સ્ટેમ્પ અચૂક લગાવવાની રહેશે. અરજી ઉપર લાઈસન્સ ફીરૂા.૯૦૦ (અન્ય વહીવટી સેવાઓ, રીસીપ્ટ અંડર એક્સ્પ્લોઝીવ એકટ વિગેરે) સદરે ચલણથી સરકારમાં જમા કરાવી અસલ ચલણ ફરજીયાત સાથે સામેલ રાખવાનું રહેશે.
સુચિત સ્થળનાં બ્લુ પ્રિન્ટ નકશામાં અરજદારએ સહી કરી અરજી સાથે ૦૩ નકલમાં સામેલ રાખવાના રહેશે. સુચિત સ્થળ માલિકી/ભાડા હકક ધરાવતાં હોવા અંગેનાં આધાર પુરાવાઓ બિનચૂક સામેલ રાખવાનાં રહેશે. આ તમામ વિગતો પૈકી અધુરી વિગતે અથવા મુદત બહાર આવેલ અરજીઓ પ્રયાને લેવામાં આવશે નહિ જેની નોંધ લેવા જણાવાયું છે.


