મ્હે.અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જે.ચૌધરી સાહેબનાઓ દ્રારા ગુમ/અપહરણ થયેલા વ્યક્તિ/બાળકો તથા મહિલાઓની માહિતી મેળવી તેઓને શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી આર.એમ.ઝાલા સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના ASI હિંમતભાઇ એલ. રાઠોડ તથા HC ભરતભાઇ એમ.વાળા તથા રાજુલા પોલીસ ટીમ દ્રારા રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૦૧૮/૨૦૨૧ IPC કલમ-૩૬૩ મુજબના કામે તા.૦૭/૧૦/૨૦૨૧ ના રોજ ફરીયાદીએ પોતાની સગીર વયની દિકરીનુ અપહરણ થયેલની ફરીયાદ લખાવેલ હતી જે ફરીયાદ આધારે રાજુલા પો.સ્ટેની ટીમે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરેલ અને તપાસ ચાલુ હતી તે દરમ્યાન એ.એસ.આઇ હિંમતભાઇ રાઠોડને હકિકત મળેલ કે ભોગ બનનારને તેની માતાએ કામ બાબતે ઠપકો આપેલ હોય જે ભોગ બનનારને સારૂ નહીં લાગતા ભોગ બનનાર ઘરેથી કોઇને કાંઇ કહયાં વગર જતી રહેલ અને હાલ તે રાજુલા શહેરમાં જ હોવાની ભરોસાલાયક માહિતી મળતા રાજુલા પોલીસની અલગ અલગ ટીમો બનાવી શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ સી.સી.ટી.વી કેમરાઓ તથા ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સ્ત્રોતના આધારે માહિતી મેળવી ભોગ બનનારને ગણતરીના કલાકોમાં શોધી કાઢી ભોગ બનનારનું નિવેદન લઇ યોગ્ય માર્ગદર્શન આપી ભવિષ્યમાં આવું પગલું નહીં ભરવા સમજાવી તેના માતા પિતાને સોંપી આપેલ છે.
*આ કામગીરી પોલીસ ઇન્સપેકટર આર.એમ.ઝાલા સાહેબ તથા ASI હિમંતભાઇ એલ.રાઠોડ તથા HC ભરતભાઇ એમ.વાળા તથા PC અનોપસીંહ ગગજીભાઇ તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


