Gujarat

રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના ૩૫ સિલાઈ મશીનનું વિતરણ કરાયું

જામનગર તા.૧૨ જાન્યુઆરી, જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા રાજપૂત સમાજની બહેનોને આત્મનિર્ભર કરવાના નિર્ધાર સાથે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી હેઠળની મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ લઇ સીવણની તાલીમ આપવામાં આવી હતી. આ યોજના હેઠળ સમાજની તાલીમ પૂર્ણ કરેલ ૩૫ બહેનોને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સિલાઈ મશીન અર્પણ વિધિનો કાર્યક્રમ યોજાયો હતો.
આ અગાઉ સમાજની ૬૯ બહેનોને સિલાઈ મશીન અર્પણ થયેલ છે, આમ કુલ ૧૦૪ મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે.
આ તકે મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમાજમાં ચેતના આવે, સમાજનો સર્વાંગી વિકાસ થાય તે ખૂબ આવશ્યક છે. અનેક યોજનાઓ સરકાર દ્વારા લોકઉત્કર્ષ માટે અમલી કરવામાં આવેલ છે પરંતુ અનેક લોકોને તેના વિશે જાણકારી જ નથી ત્યારે લોકો સરકારની યોજનાઓ વિષે જાણી તેનો લાભ લઈ અને વિકાસ માર્ગે આગળ વધે તેવું પગલું રાજપૂત સમાજે લીધું છે, આ માટે હું સમાજને બિરદાવું છું.
આ પ્રસંગે જામનગર જિલ્લા રાજપૂત સમાજના સમૂહ લગ્ન સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા, ઉપપ્રમુખશ્રી ગજુભા રાણા, સેક્રેટરી શ્રી પ્રવિણસિંહ જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ.જાડેજા, ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેનશ્રી પ્રવિણસિંહ ઝાલા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી પ્રવિણસિંહ જાડેજા, પૂર્વ મેયર શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, હિતુભા ચુડાસમા, ગવુભા જાડેજા, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ હકાભાઇ ઝાલા, અલકાબા જાડેજા, જનકબા જાડેજા, પૂર્વ શિક્ષણ સમિતિના સભ્ય શ્રી હર્ષાબા જાડેજા તથા સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦

IMG-20210112-WA0029-1.jpg IMG-20210112-WA0030-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *