Gujarat

રાજ્યમાં વાહનોની ગતિ મર્યાદા નક્કી કરાઇ, વાહન વ્યવહાર વિભાગે જાહેરનામું બહાર પાડ્યુ

મહત્તમ 120ની સ્પિડી વાહન ચલાવી શકાશે Vehicle Speed Limit for Gujarat 

ગાંધીનગર: ગુજરાતમાં વાહનની ગતિને લઇને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના વાહનવ્યવહાર વિભાગ તરફથી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. તેમાં મહત્તમ 120ની ગતિથી વાહન ચલાવી શકશે.

ગુજરાતના વાહન વ્યવહાર વિભાગે બુધવારે એક જાહેરનામું બહાર પાડીને શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર તથા જાહેર માર્ગો પર વાહન ચલાવવાની ગતિ મર્યાદા નક્કી કરી દીધી છે. દરેક વાહનો માટે જુદી-જદી ગતિ નક્કી કરવામાં આવી છે. કોઈપણ વાહન વધુમાં વધુ 120થી વધારેની સ્પીડ પર ચલાવી શકાશે નહીં.

રાજ્યમાં એક્સપ્રેસ હાઈવે પર ગાડીની સ્પીડ લિમિટ 120 કિમી નક્કી કરવામાં આવી છે. તો નેશનલ હાઈવે પર 100 અને સ્ટેટ હાઈવે પર 80 કિમી પ્રતિ કલાકની સ્પીડ નક્કી કરવામાં આવી છે. કોર્પોરેશનના શહેરી વિસ્તારમાં 65 તથા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર 50 કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે.

  • ગાડી માટે સ્પીડ લિમિટ

એક્સપ્રેસ હાઇવે 120 કિ.મી

નેશનલ હાઇવે 100 કિ.મી

સ્ટેટ હાઇવે 80 કિ.મી

મ્યુન્સિપલ શહેરી વિસ્તાર 65 કિ.મી Vehicle Speed Limit for Gujarat

ગ્રામ્ય વિસ્તાર રોડ 50 કિ.મી

  • માલસામાનની હેરફેર કરતા વાહનોની ગતિ મર્યાદા

એક્સપ્રેસ હાઇવે 80 કિ.મી

નેશનલ હાઇવે 80 કિ.મી

સ્ટેટ હાઇવે 70 કિ.મી

મ્યુન્સિપલ શહેરી વિસ્તાર 60 કિ.મી

ગ્રામ્ય વિસ્તાર રોડ 40 કિ.મી Vehicle Speed Limit for Gujarat

  • દ્વિચક્રી વાહનોની ગતિ મર્યાદા

નેશનલ હાઇવે 80 કિ.મી

સ્ટેટ હાઇવે 70 કિ.મી

મ્યુન્સિપલ શહેરી વિસ્તાર 60 કિ.મી

ગ્રામ્ય વિસ્તાર રોડ 50 કિ.મી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *