- દેશમાં કોરોના વાઈરસના (Corona Virus) સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે લાગૂ કરવામાં આવેલ લૉકડાઉનમાં (India Lockdown) બંધ કરવામાં આવેલી સ્કૂલો-કોલેજો ધીમે-ધીમે ખુલી રહી રહી છે. કર્ણાટક, બિહાર, ઓડિશા સહિત અનેક રાજ્યોમાં પહેલાથી જ સ્કૂલો શરૂ કરી દેવામાં આવી છે અને ત્યાં શૈક્ષણિક કાર્ય પણ શરૂ થઈ ગયું છે, ત્યારે હવે આજથી ગુજરાતમાં પણ 11 મહિના બાદ સ્કૂલો અને કોલેજો શરૂ થઈ રહી છે
- રાજ્યમાં કોરોનાના કેસો (Gujarat Corona Case) સતત ઘટતા સરકારે શિક્ષણકાર્ય શરૂ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે લગભગ 11 મહિના બાદ આજથી ધોરણ-10 અને 12 સહિત પોસ્ટ ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યૂએટના ફાઈનલ યરમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે. આટલું જ નહીં, રાજ્યના વિવિધ મંત્રીઓ તેમજ ધારાસભ્યો ખુદ શાળાઓમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે.
ક્યા મંત્રી ક્યાં હાજર રહેશે? Gujarat School Reopen
– કૃષિ મંત્રી આર.સી.ફળદુ રાજકોટ,
-શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કલોલ (ગાંધીનગર)
-મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલ અમદાવાદ શહેર
-ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ ગાંધીનગર
– આદિજાતિ વિકાસ મંત્રી ગણપતભાઈ વસાવા સુરત જિલ્લા
– શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર પાટણ જિલ્લામાં
-સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લા
– પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળીયા રાજકોટ જિલ્લા ,
-ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદ જિલ્લા
– કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર પંચમહાલ જિલ્લા
-સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા
– સામાજિક -શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ વિભાગના રાજયમંત્રી વાસણભાઇ આહીર સાબરકાંઠા જિલ્લા
– શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે
-વન આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી રમણલાલ પાટકર વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે
-શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલ વડોદરા જિલ્લામાં
-અન્ન ,નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગર શહેરમાં
– મુખ્ય દંડક, ગુજરાત વિધાનસભા, પંકજભાઈ દેસાઈ નડિયાદ જિલ્લામાં