કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાનૂનોના મુદ્દા પર શુક્રવારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રાજ્યસભામાં પોતાની વાત કહી. કૃષિ મંત્રીએ કહ્યું કે, ભારત સરકાર સતત ખેડૂતો સાથે વાત કરવામાં લાગી છે. નરેન્દ્ર સિંહ તોમરે આ દરમિયાન વિપક્ષ પર હલ્લાબોલ કર્યું છે અને કહ્યું કે, ખેતી પાણીથી થાય છે પરંતુ માત્ર કોંગ્રેસ જ છે જે લોહીથી ખેતી કરી શકે છે.
ખેડૂત આંદોલનને લઈને કૃષિ મંત્રીને સંબોધન
ખેડૂત આંદોલન પર નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, વિપક્ષ સરકારને આંદોલનના મુદ્દા પર ઘેરી રહ્યું છે અને ત્રણ નવા કાનૂનોને કાળા કાયદા ગણાવી રહી છે. પરંતુ આ કાનૂનોમાં કાળું શું છે, કોઈ તે પણ જણાવે. કૃષિ મંત્રી બોલ્યા નવા એક્ટ હેઠળ ખેડૂત પોતાના સામાનને ગમે ત્યાં વહેંચી શકે છે. જો APMC બહાર કોઈ ટ્રેડ થાય છે તો કઈપણ રીતનું ટેક્સ લાગશે નહીં.
કૃષિ મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારનો કાયદો રાજ્ય સરકારના ટેક્સને ખત્મ કરે છે, પરંતુ રાજ્ય સરકારનો કાયદો ટેક્સ આપવાની વાત કરે છે. નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, જે ટેક્સ લેવા માંગી રહ્યું છે, આંદોલન તેમના વિરૂદ્ધ થવું જોઈએ પરંતુ અહીંથી ઉંધી ગંગા વહી રહી છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, પંજાબ સરકારના કાયદા અનુસાર જો ખેડૂત કોઈ ભૂલ કરે છે તો ખેડૂતને સજા થશે. પરંતુ કેન્દ્ર સરકારના કાયદામાં આવી કોઈ જ વાત નથી.
કૃષિ મંત્રી બોલ્યા કે, અમે ખેડૂત સંગઠનો સાથે 12 વખત વાત કરી, તેમના વિરૂદ્ધ કંઈ પણ બોલ્યા નથી અને વાંરવાર તેવું જ કહી રહ્યાં છીએ કે, તમે શું ફેરફાર ઈચ્છો છો, તે અમને જણવી દો. નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, જો અમારી સરકાર કાનૂનમાં પરિવર્તન કરી રહી છે તો તેનો અર્થ તે નથી કાયદાઓ ખોટા છે.
કૃષિ મંત્રીએ કહ્યું કે, માત્ર એક રાજ્યના ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે, ખેડૂતોને ડરાવવામાં આવી રહ્યાં છે. ખેતી પાણીથી થાય છે પરંતુ માત્ર કોંગ્રેસ જ છે જે, ખૂનથી ખેતી કરાવી રહી છે. કેન્દ્ર સરકાર જે કાયદાઓ લાવી છે, તે અનુસાર ખેડૂતો ગમે ત્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી પણ અલગ થઈ શકે છે.


