Gujarat

રાજ્ય મંત્રી ના રસ્તા મુદ્દે વિવાદેત ટીપ્પણી મુખ્યમંત્રી ગેહલોતે તેમને ટકોર કરી

સુરત
મોદી સરકાર પાસે અત્યારે છપ્પનની છાતી બતાવવાની તક છે. સરકારે ચાર લાખ નહીં પરંતુ જાે વધુ ગરીબ હોય તો પાંચ લાખ સુધીની સહાય આપવી જાેઈએ. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે સુરતથી અંકલેશ્વર ખાતે અહેમદ પટેલની પુણ્યતિથિના કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતા હતા. તે દરમિયાન તેમણે એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા કેટલાક મહત્વના મુદ્દા ઉપર પોતાનું નિવેદન આપ્યું હતું જેમાં તેમણે મોદી સરકારને આડે હાથે લેતા કોરોના સંક્રમણ દરમિયાન કેન્દ્ર સરકારે કોરોના મૃતકો માટે રૂપિયા ૪ લાખ રૂપિયાની સહાય આપવા ઓર્ડર કર્યો હતો, તે મુદ્દે કહ્યું કે, ભારતના ઇતિહાસમાં છેલ્લા સિત્તેર વર્ષમાં આવું ક્યારેય બન્યું નથી કે, સરકારે લોકોને રાહત આપવા માટેનો ઓર્ડર કાર્યો હોય અને તે પરત ખેંચવામાં આવ્યો હોય. મોદી સરકારે મોટું મંડળ રાખવું જાેઈએ. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહ્યા હતા. તેમણે હંમેશા ગુજરાતની ચિંતા કરી હતી. આજે તેમના પુણ્યતિથિના કાર્યક્રમમાં સુરતથી અંકલેશ્વર જવાનું થઈ રહ્યું છે. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી.પરંતુ અહેમદ પટેલજીને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યો છું. એક સમાજસેવી સંસ્થા દ્વારા દિવ્યાંગો માટે જે કામ માનવતાનું થઈ રહ્યું છે. તે કામમાં સહભાગી થવા માટે હું ત્યાં હાજર થવા જાઉ છું તેમ વધુમાં અશોક ગેહલોતે જણાવ્યું હતું. રાજસ્થાન સરકારના મંત્રી રાજેન્દ્રએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે,રાજસ્થાનના રસ્તાઓ હેમામાલીની જેવા નહીં પરંતુ, કેટરીના કેફના ગાલ જેવા હોવા જાેઈએ. હેમામાલીની હવે વૃદ્ધ થઈ ગઈ છે. આ સંદર્ભે અશોક ગેહલોતે જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિએ મર્યાદાની બહાર જઈને નિવેદન આપવું ન જાેઈએ. આમ તો મુખ્યમંત્રી કે, મંત્રી કોઈ પણ હોય તેણે મર્યાદાની બહાર જઈને નિવેદન ન આપવું જાેઈએ. રાજેન્દ્ર કયા સંદર્ભમાં બોલ્યા છે. તેનો મને ખ્યાલ નથી. પરંતુ આ પ્રકારનું નિવેદન યોગ્ય નથી તેમ વધુમાં ગેહલોતે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *