Gujarat

રાણપુરમાં આજે ટેક્ષપીન બેરીંગ લિમિટેડ પ્લાન્ટ-2 ખાતે નવચંડી યજ્ઞ યોજાશે

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ વિશ્વ વિખ્યાત ટેક્ષપીન બેરીંગ લિમિટેડ કે જે હજારો લોકોને રોજીરોટી પુરી પાડે છે.ટેક્ષપીન બેરીગ લિમિટેડના માલીક ભુપેન્દ્રભાઈ મકવાણા,દિપેનભાઈ મકવાણા,વિશાલભાઈ મકવાણા ની પિતા-પુત્ર ની ત્રિપુટીએ ઉદ્યોગ જગતમાં રાણપુર ને આગવુ સ્થાન અપાવ્યુ છે.તેઓના અથાગ પરીશ્રમથી રાણપુર શહેરમાં ટેક્ષપીન બેરીંગ લિમિટેડ એ અનેક શિખરો સર કર્યા છે.ત્યારે આજે તારીખ-10-10-2021 ને રવિવારના રોજ લિંબડી રોડ ઉપર આવેલ ટેક્ષપીન બેરીંગ લિમિટેડ પ્લાન્ટ-2 ખાતે નવી કોર્પોરેટ ઓફીસ માં નવચંડી યજ્ઞ યોજાશે.વિધ્વાન બ્રાહ્મણો દ્રારા સવારે 9 કલાકે યજ્ઞ નો પ્રારંભ કરવામાં આવશે અને સાંજે 4 કલાકે યજ્ઞની પુર્ણાહુતિ કરવામાં આવશે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *