બોટાદ જીલ્લાના રાણપુરમાં દેસાઈ વોરાના ચોરે આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવવાનો કેમ્પ યોજાયો.ભારત સરકાર દ્રારા ગરીબ લોકોને આરોગ્ય ને લગતી બીમારીની સારવાર અને દવાઓનો ખર્ચ ઉઠાવવો ના પડે તે માટે લોકો મોટા પ્રમાણમાં આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવી રહ્યા છે.ત્યારે દેસાઈ વોરા ગ્રુપ દ્રારા વિનામુલ્યે આયુષ્યમાન ભારત કાર્ડ કાઢવાનો કેમ્પ દેસાઈ વોરા સમાજના હોલ ખાતે આ કેમ્પ કરવામાં આવ્યો હતો.જેમાં રાણપુર શહેરના દરેક સમાજના ૬૫૦ કરતા વધુ લોકોએ વિનામુલ્યે આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવ્યા હતા