બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મિલેટ્રી રોડ ઉપર આવેલ પંચાળા ફાર્મ ખાતે શહેર ભાજપ સંગઠનનો સ્નેહમિલન કાર્યક્રમ તથા કારોબારી બેઠક યોજાઈ હતી.સ્નેહમિલન કાર્યક્રમ માં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ એકબીજા ને નવા વર્ષની શુભકામના પાઠવી હતી જ્યારે કારોબારી બેઠકમાં રાણપુર શહેર માં ભાજપ વધુ ને વધુ મજબુત બને રાણપુર ગ્રામ પંચાયતની ચુંટણી માં ભાજપ પ્રેરિત નગર વિકાસ સમિતી ની પેનલ અને સરપંચ ના ઉમેદવાર મંગળાબેન ટોકરાળીયા ને ભવ્ય વિજય બનાવવા માટે હાકલ કરી હતી.આ કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર,જીલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા,બ્રિજરાજસિંહ ઝારા,ગૌતમભાઈ ખસિયા,જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા,મંગળાબેન ટોકરાળીયા,શહેર પ્રમુખ ડો.જગદીશભાઈ પંડ્યા,પ્રદેશ કારોબારી સભ્ય નરેન્દ્રભાઈ દવે,શહેર મહામંત્રી હરીભાઈ સભાડ,સંજીવભાઈ ગદાણી,એ.પી.એમ.સી.ના ચેરમને કીશોરભાઈ ધાધલ,એ.પી.એમ.સી.ના ડીરેક્ટર મયુરભાઈ પટેલ,ઈકબાલભાઈ પાયક(લક્કડભાઈ),કાંતીલાલ ટોકરાળીયા,માનભા પરમાર,તાલુકા પંચાયતના સદસ્ય ઈશ્વરભાઈ પંચાળા,ડો.ધરાબેન ત્રિવેદી,વિશાલભાઈ પાટડીયા(હરી સોની),ચંન્દ્રેશભાઈ સોની,મનસુખભાઈ મેર,જગદીશભાઈ વકીલ,ભવ્ય શેઠ સહીતના ૫૦૦ કરતા વધુ ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ બોટાદ જીલ્લા પંચાયતના રાણપુરના સદસ્ય કેશુભાઈ પંચાળા ના સૌજન્યથી કરવામાં આવ્યો હતો.ભારે ઉત્સાહ સાથે સ્નેહમિલન કાર્યક્રમ અને કારોબારી બેઠક યોજાઈ હતી…..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


