બોટાદ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એ.આઈ.રાવળ ના વડપણ અને માર્ગદર્શન હેઠળ રાણપુર તાલુકા કાનુની સેવા સમિતીના ચેરમેન એ.કે.માવળંકર ના નેજા હેઠળ રાણપુરમાં ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા ખાતે ગાંધી જયંતી નિમિત્તે કાનુની શિક્ષણ શિબીર નો શુભારંભ કરવામાં આવ્યો.જેમાં સેક્રેટરી એ.એન.રત્નોતર,રાણપુર બાર એસોશીયેશનના પ્રમુખ જે.જે.દલવાડી,પી.ઓ.સોનાગરા,ડી.જે.ઝાલા,આર.એલ.મકવાણા,અનશસિંહ પરમાર,ભરાડીયા તથા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાના ચેરમેન ગોવિંદસિંહ ડાભી દ્રારા રાણપુર ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા ખાતે કામ કરી રહેલા મહીલા કામદાર તથા અન્ય કર્મચારીઓને ગાંધી જયંતી નિમિત્તે મહિલાઓના કાયદાઓ,હકો,એન્ટીડ્રગ,મજુરને લગતા કાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામા ખાદી સંસ્થાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.જ્યારે ૨ ઓક્ટોમ્બર ૨૦૨૧ થી ૧૪ નવેમ્બર ૨૦૨૧ સુધી રાણપુર તાલુકાના તમામ ગામડાઓમાં અલગ-અલગ દિવસે કાનુની જાગૃતી અંગેની શિબીર નું આયોજન કરવામાં આવશે…


