Gujarat

રાણપુરમાં રૂક્ષ્મણીબેન કન્યાશાળા ખાતે રંગોળી સ્પર્દ્યા યોજાઈ…

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ રૂક્ષ્મણીબેન અમૃતલાલ શેઠ કન્યાશાળા ખાતે દિવાળીના તહેવાર ને લઈને ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીનીઓ દ્વારા રંગોળી સ્પર્ધા, ડિઝાઈનર દિવડા સ્પર્ધા, અને દીપાવલી કાર્ડ જેવી ત્રિવિધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.જેમાં 80 જેટલી વિદ્યાર્થીનીઓએ ખુબજ ઉત્સાહ થી ભાગ લીધો.આકર્ષક રંગોળી,આબેહૂબ દીવડાઓ,અને ખુબજ સુંદર દીપાવલી કાર્ડ બનાવ્યા હતા.આ રંગોળી સ્પદ્યા પ્રસંગે રાણપુર BRC રમેશભાઈ રાઠોડ તેમજ BRP કાળુભાઈ ડોડીયા એ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળાને બોલપેન આપી પ્રોત્સાહિત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના આચાર્ય રાજેશકુમાર પટેલ તેમજ સ્ટાફના તમામ શિક્ષક ભાઈઓ અને બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *