તાજેતરમાં નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ દ્વારા રાણપુર તાલુકાના અળઉ ખાતે “આપનો તાલુકો બાગાયત તાલુકા” અંગેની એક દિવસીય ખેડુત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમ કાર્યક્રમની શરૂઆત બાગાયત ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યભરમાં ઓનલાઇન માધ્યમથી યોજનાને ખુલ્લી મૂકી કરાયો હતો. જેમાં બાગાયત નિયામક ડૉ.પી.એમ. વઘાસીયા દ્વારા રાજ્યના બધા જિલ્લાના ખેડુત તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલીમ કાર્યક્રમ બોટાદ જિલ્લાના નાયબ બાગાયત નિયામક ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો
બોટાદ જિલ્લામાં યોજાયેલ આ તાલીમ કાર્યક્રમમાં વી.જી. પઢિયાર બાગાયત અધિકારી, જિલ્લા કક્ષા દ્વારા નવા આશાસ્પદ બાગાયતી પાકો તેમજ અન્ય બાગાયતી પાકોની તાંત્રિક માહિતી અને સહાય યોજનાની માહિતી તથા માર્ગદશન આપવામાં આવ્યું હતું તથા નિવુત ક્રૂષિ નિષ્ણાંતો ભરતભાઇ તથા અભુભાઇ દ્વારા બાગાયતી ખેતી પધ્ધતિ તથા સમસ્યાના નિવારણ અંગે રાણપુર તાલુકાના વિવિધ ગામના ઉપસ્થિત ખેડુત તાલીમાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા.
કાર્યક્રમ બાદ ખેડુતમિત્રો સાથે “ચામુંડા ઓર્ગેનિક ફાર્મ, અળઉ” ખાતે બાગાયતી પાક નિદર્શનમાં કેળ, પપૈયાની ઓર્ગેનિક ખેતીની સ્થળ મુલાકાત લીધી હતી જેમાં બાગાયતી પાકો વિશે વિવિધ માહિતીની છણાવટ કરવામાં આવી હતી.
બાપા સીતારામની મઢુલી, મિલેટરી રોડ અળઉ ખાતે યોજાયેલ આ તાલીમ કાર્યકમમાં જિલ્લા કક્ષા બાગાયત અધિકારી વિક્રમસિંહ જી. પઢિયાર, રાણપુર તાલુકાના નિવ્રુત વિસ્તરણ અધિકારી ભરતભાઈ ખાચર તથા નિવ્રુત વિસ્તરણ અધિકારી અભુભાઇ મીઠાપરા તેમજ રાણપુર તાલુકાના અંદાજે ૭૦ જેટલા ખેડુતોમિત્રો જોડાયા હતા.