પી.જી.વી.સી.એલ.ની અલગ-અલગ 8 ટીમો દ્રારા વહેલી સવારે એસ.આર.પી.પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વીજ ચેકીંગ કરવામાં આવ્યુ
બોટાદ જીલ્લા પી.જી.વી.સી.એલ.ના સુપ્રિટેન્ડીગ ઈજનેર પી.જે.મહેતા ની સુચના મુજબ રાણપુર પી.જી.વી.સી.એલ.કચેરીના ઈન્ચાર્જ ડી.ઈ.એચ.કે.ગડારા ના માર્ગદર્શન હેઠળ રાણપુર તાલુકાના નાનીવાવડી ગામે વહેલી સવારે વીજચોરો ઉપર દરોડા પાડવામાં આવતા વીજચોરો ની મીઠી ઉંઘ ઉડી ગઈ હતી અને અફડાતફડી મચી ગઈ હતી.પી.જી.વી.સી.એલ.ની રાણપુર,પાળીયાદ,બોટાદ રૂલર તથા અમરેલી ની અલગ-અલગ 8 ટીમો દ્રારા વહેલી સવારે રાણપુર તાલુકાના નાનીવાવડી ગામે એસ.આર.પી.પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.જેમાં પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓએ 95 કનેક્શન ચેક કર્યા હતા જેમાંથી 33 વીજ કનેક્શનમાં વીજચોરી ઝડપાઈ હતી.વીજચોરી કરતા 33 વીજચોરો ને કુલ 4 લાખ 10 હજાર નો દંડ ફટકારતા વીજચોરો માં ફફડાટ ફેલાઈ ગયો હતો.જ્યારે આ બાબતે રાણપુર પી.જી.વી.સી.એલ.કચેરીના ઈન્ચાર્જ ડેપ્યુટી ઈજનેર એચ.કે.ગડારા એ જણાવ્યુ હતુ કે નાનીવાવડી ગામેથી જે મોટા પ્રમાણમાં વીજચોરી ઝડપાઈ છે તેમ જોતા આગામી દિવસોમાં રાણપુર તાલુકાના અન્ય ગામો માં પણ વીજચોરો ઉપર દરોડા પાડવામાં આવશે અને વીજચોરો સામે કોઈપણ ની શેહ શરમ રાખ્યા વગર કાર્યવાહી કરવામાં આવશે…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
