ભારત દેશના ૭૫માં સ્વતંત્ર દિન નિમિત્તે નાલ્સા તથા જી.એસ.એલ. એ.ની સુચના મુજબ પાન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એ.આઈ.રાવળ ના વડપણ અને માર્ગદર્શન હેઠળ રાણપુર તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન એ.કે માવળંકર ના નેજા હેઠળ રાણપુર શહેરમાં મિલેટ્રી રોડ ઉપર આવેલ રીયલ સ્પીન ટેક્સ ખાતે કાનુની શિબિર કરવામાં આવી હતી જેમાં રાણપુર કાનૂની સેવા સમિતિ રાણપુર અધ્યક્ષ એ.કે માવળંકર તથા રાણપુર બાર એસોસિએશનના વકીલ એન.જી.વસોયા,ડી.પી.ભરાડીયા દ્વારા મજુરોના કાયદા,મહિલાના અધિકાર,લીગલ એડ,બંધારણમાં આપવામાં આવેલ અધિકારો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.આ કાનુની શિબિર માં રીયલ સ્પીન ટેક્સ કંપનીના માલીક કૌશરભાઈ કલ્યાણી હાજર રહ્યા હતા.આ શિબિર અંતર્ગત કર્મચારીઓને કાનુની માહીતી આપવામાં આવી હતી.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


